પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૪
ગુલાબસિંહ.

યોગના આયાસમાં કે મહાત્માઓના ચમત્કારમાં, કશામાં સમાતી નથી, જે આત્માને સ્થૃલતામાંથી જુદો કરી દિવ્ય અભેદના તાનમાં સ્વદર્શી કરવામાં જ પુષ્ટ થાય છે, ને સ્વાનુભવમાં સ્વરૂપાસંધાનને પામે છે, તેનો ભેદ તેણે સમજાવવા માંડ્યો. એમાંજ સિદ્ધિ છે, એમાં જ મંત્ર તંત્ર યોગબલ, અનેક, સર્વ છે, એના સંકલ્પમાત્રજ જગત્‌સૃષ્ટિ છે, એમાંજ મંત્ર તંત્ર સમજાવતાં, ભાવનાના બલ વિષે અને શુદ્ધ ભાવનાના ફલ વિષે પણ તેણે ઘણી સમજણ પાડી. ऋतुमयः पुरुशो भवति એ છાન્દોગ્યોપનિષદ્‌ની શ્રુતિને લેઈ તેણે, ક્રતુ એટલે ભાવના તેજ પુરુષ છે, ભાવનાનું બલ એજ સર્વ છે; એ સમજાવવા અનેક યત્ન કર્યા. જે શુદ્ધ, પણ ભયકારક દીક્ષામાં સર્વત્યાગથી સર્વમયતા અનુભવતાં આત્મા સ્વરૂપને ઓળખી સર્વમય થાય છે. તેના તત્ત્વનું સૂચન કર્યું. એ બોલતો હતો ત્યારે રમા ઉંચે શ્વાસે સાંભળ્યા કરતી હતી. યદ્યપિ તે સમજી શકતી ન હતી તથાપિ તેને અવિશ્વાસ આવતો ન હતો. એને એકદમ લાગ્યું કે એ પોતાની જાતને છેતરતો હો કે ન હો પણ આવી ઉગ્ર ભાવનામાં કોઈ બ્રહ્મરાક્ષસ કે પિશાચનો વાસ તો નજ હોઈ શકે. પોતાની શંકાએ જે આત્માને અન્યાય આપ્યો હતો તેના સામર્થ્યને, બુદ્ધિથી નહિ, પણ હૃદયાનુરાગજન્ય સહજો પલબ્ધિના બલથી, તેણે, એક અગાધ સમુદ્રના ચળકતા વિસ્તાર જેવું શાન્ત, ગંભીર, અને અસીમ, પણ તેટલાજ આર્દ્ર અને સર્વમય ભાવના દર્શનથી મધુરતાવાળું અનુભવ્યું. છતાં પણ જ્યારે એણે છેવટે કહ્યું કે આવું જે જીવનમાં જીવન અને તેમાં જીવન, સર્વમય જીવન, તેનો અનુભવ તને કરાવવાના સ્વપ્નમાં હું આટલું બધું કર્યા કરતો હતો, ત્યારે તો પુનઃ માયાનું આવરણ રમાના આત્મા ઉપર આવી ગયું, અને એના મૌન ભાવમાંથી જ ગુલાબસિંહને સમજાયું કે એ સ્વપ્ન તે સ્વપ્ન જ હતું, વ્યર્થપ્રયાસ હતો, એની વિદ્યામાત્ર આવી પ્રકૃતિ આગળ નિષ્ફલ હતી.

પણ જ્યારે સમાપ્તિ કરતી વખતે, છાતી સરસી દબાવવાથી માને એના રક્ષણની હુંફ વળી, એક પવિત્ર ચુંબન માત્રથી ભૂતકાલની ક્ષમા મળતાં વર્તમાનનું ભાન વીસરી જવાયું, ત્યારે સામાન્ય પ્રાકૃત જીવનમાં સુખ અને આશા એના હૃદયમાં પુનઃ પ્રાદુર્ભાવ પામ્યાં હોય એમ એને ‘હાશ’ થયું, અને તે પ્રેમબદ્ધ પ્રેમમય અબલા બની રહી, ગુલાબસિંહ બચાવવા આવ્યો છે. શી રીતે, કેમ, તે તેણે પૂછ્યું નહિ, તેના વચનમાત્રનેજ તેણે સત્ય માન્યું. છેવટે પણ ભેગાં રહીશું, આ ત્રાસદાયક સ્થલથી દૂર જઈ, જયપુર કે યાજીના શાન્ત પ્રદેશમાં પુનઃ નિવાસ કરીશું, બંદીખાનાના અંધકારમાં પણ આ ચિત્રનું તેજ દૃષ્ટિ આગળ