પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૭
અસમાન પ્રેમનું ઘરસૂત્ર

મૃદુ, પ્રેમમય હોય તે જેમનામાં પિંડીભૂત થઈ અત્યારે રમી રહ્યું છે, મનુષ્યબુદ્ધિના વિલાસો અને વિતર્કોમાં જે કાંઈ ગુહ્ય, નિગૂઢ, ચમત્કારિક; પરમ શાન્તિ સુધી ઉલ્લાસ ઉપજાવનાર હોય તે જેમનામાં અત્યારે પ્રત્યક્ષ થઈ રહ્યું છે, એવા ત્રિક ઉપર પડી, એ ત્રિક તેઃ નિદ્રાવશ નિર્ભ્રાન્ત નિર્દોષતા; સ્પર્શમાત્રથી, શ્વાસમાત્રથી, પરિતૃપ્તિ પામી અવ્યવહિત ક્ષણના મહાશોકનો પણ તર્ક સુધાં જેમાં ન પ્રવેશી શકે એવો વિશ્વાસુ પ્રેમ; અને વિશ્વની ગલીકુચીમાત્રમાં રખડ્યા છત તેમનો ખુલાસો સમજવા માટે મૃત્યુનો આશ્રય કરનાર શાસ્ત્ર જેને મૃત્યુના ઉમર આગળ આવ્યા છતાં હજી પણ પ્રેમની છાતીએથી છૂટવું ગમતું નથી. આમ અંદર – ઠેઠ અંદર – એક બંદીખાનું, બહાર – ઠેઠ બહાર, ભવ્ય મહેલ. બજાર, મિજલસ અને મંડલથી વિરાજિત બહાર, ત્યાં દ્વેષ અને ત્રાસ – એમની નિગૂઢ રચનાઓ, ચલવિચલ એવી લાગણીઓના ભરતીઓટ પ્રમાણે ચઢતી ઉતરતી રચનાઓ, તેના ઉપર આખાં રાજ્ય અને આખા મનુષ્યવર્ગના ભાવિનો આધાર; એ બેની પાસે છતાં તેમનાથી જુદો આ દિનમણિ, અનન્તતાના ભંડારમાંથી લટકતો પ્રકાશ મંદિરની ધજા ઉપર, મસ્જીદના મીનારા ઉપર, તેમ વધસ્થાનની તરવાર ઉપર સમાનદષ્ટિથી જોનાર ! આનંદકારક ખુશનુમા પ્રાતઃકાલ પ્રકટ થયો. ઉદ્યાનમાં પક્ષીઓએ પોતાનું ગાન આરંભ્યું; યમુનાના જલમાં મત્સ્યોએ પોતાનાં ગેલ રમવાનો આરંભ કર્યો; ઈશ્વરી કુદરતની ખુબીઓ, મરણને આધીન એવા મનુષ્યજીવનનો બેસુર કોલાહલ અને તેની ગર્જના, સર્વે જાગ્રત્ થયું; દુકાનદારોએ દુકાનો ઉઘાડી, માલણો ફૂલ લેઈ નીકળી, ધંધાદારી લોકમાત્ર ધંધે લાગ્યા; —ક્ષત્રિય રાજપૂત રહો કે મ્લેચ્છ રહો, લોકનું નસીબ તેનું તેજ છે, એના એ ટાંટીયા તૂટવાના છે, એનાં એ ગાડાં હાંકવાનાં છે, એનો એ ભાર ઉપાડવાનો છે, ને એનો એ ધંધો કરવાનો છે. “વખત” પાસે આવતો જાય છે. તૈયાર કરેલા અખાડા આગળ બીછાયત થવા લાગી છે, બાદશાહને માટે સિંહાસન ગોઠવાયું છે, લોકોનાં ટોળેટોળાં આગળ પાછળ જોવા ભેગાં થયાં છે; અંધ પૃથુરાજને આ ઠેકાણે પોતાનું સામર્થ્ય અજમાવવા આણવાનો છે; સાત તવા એક તીરથી સાથેજ વિંધી નાખવાના છે.

******


પૃથુરાજ રાન સંભરધની, મત ચૂકે મહોટે તવે” ચંદવરદાયી એવાં બિરુદ ઉચ્ચારી રહ્યા છે, “મત ચૂકે મહોટે તવ” કહેવાઈ રહ્યું છે. બીજી પાસા વધસ્થાનની આસપાસ અનેક લોકોની હઠ જામી ગઈ છે. આજ એકસો