પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૮
ગુલાબસિંહ.

૨જપૂતોને ગરદન મારવાના છે. આ બે રમતો ઉપર આજ ભરતભૂમિ ! તારા ભાવિનો અનંત કાલને માટે નિર્ણય થઈ જવાનો છે.

મા એવી મીઠી નિદ્રામાં પડી ગઈ છે ! અતિશય આનંદના જોશથી થાકી ગયેલી, પુનઃ પ્રાપ્ત થયેલી દૃષ્ટિની હુંફમાં નિર્ભય થયેલી, હસતે હસતે, રોતે રોતે થાકી નિદ્રામાં ઢળી ગઈ છે ! નિદ્રામાં પણ જાણે એને ભાન હતું કે પ્રેમમૂર્તિ પાસેજ છે, પુનઃ પ્રાપ્ત થઈ છે; તે સ્મિત કરતી હતી, મનમાં કાંઈ બબડતી હતી, એનું નામ ઉચ્ચારતી હતી, અને હાથ લાંબા કરી એને ભેટવા જતાં કોઈ હાથમાં ન આવતાં ડુસકાં ખાતી હતી એનાથી દૂર થઈ ઉભેલો ગુલાબસિંહ એના ઉપર જોઈ રહ્યો હતો; એના હૃદયના ભાવનું વર્ણન કેમ થઈ શકે ? એવા પ્રેમવિક્ષેપની વેદનાના સાક્ષી થવાનું આપણે ભાગ ન હોય એજ સારું. હવે આ બીચારી જાગીને એને જોનારી નથી — નિદ્રાનું આ સુખ કેટલા મૂલ્યે મળ્યું છે તે એ જાણનારી નથી. જે પ્રાતઃકાલ ઉપર મા હરખઘેલી થઈ ગઈ હતી, તે છેવટ આવ્યો. મા સાયંકાલને કેવો દેખશે ? પ્રેમ અને યૌવન જે વિચિત્ર આશાજાલની રચનાઓ ગુંથે છે તે ગુંથતે ગુંથતે એની આંખ મીચાઈ હતી; એ આશાઓજ હજી પણ એનાં સ્વપ્નને રંગી રહી હતી. જાગીને જીવશે કાલે ! ત્રાસમાત્ર જતો રહેશે, બંદીખાનાં ખુલ્લાં થઈ જશે, પુત્રને લેઈ મા જીવનસુખ ભોગવવા વ્યવહારમાં ભળશે !! ગુલાબસિંહ એને શું ? એણે પાછું વાળી જોયું, જોતાંજ દૃષ્ટિ બાલક ઉપર પડી, તે જાગતો હતો, અને જે ગંભીર, ભવ્ય, સ્વચ્છ, દૃષ્ટિ તે ક્વચિત્ ધારણ કરતો તેવી દૃષ્ટિથી અત્યારે તે ગુલાબસિંહના સામું જોઈ રહ્યો હતો. ધીમે રહી ગુલાબસિંહ નીચો નમ્યો અને બાલકને ગાલે ચુંબન લેઈ બોલ્યો “પ્રેમ અને શોકનો વારસો વહોરનાર ! થઈ રહ્યું, આટલેથીજ બસ છે, હવે તું મને તારાં સ્વપ્નમાં જોનાર નથી, દિવ્ય પ્રકાશો તારી દૃષ્ટિમાં અનન્ત સામર્થ્ય અર્પનાર નથી, વિપત્તિ અને વ્યાધિને તારી આગળથી મારો આત્મા હાંકી કાઢનાર નથી. મેં તારા ભાવિને જેવું બનાવવાનો વ્યર્થ આયાસ કર્યો તેવું તે થનાર નથી. મનુષ્યવર્ગને થાય છે તેમ તારે પણ દુઃખ, સંકટ, અને ભ્રાન્તિજ ભાગ આવ્યાં; પણ તારાં સંકટ અતિ મૃદુ હોજો. અત્યારે હું તારા સામું જોઈ રહ્યો છું તેવામાંજ મારો આત્મા તારામાં ઉતરજો, મારી છેલી અને ઉત્કટ એષણાને તૃપ્ત કરવા તને સમર્થ કરજો, તારી માતા ઉપર મારો જે અગાધ પ્રેમ છે તે તારી આંખમાં ઠરજો, અને તે આંખની દૃષ્ટિ- માત્રમાંથીજ મારો આત્મા આશ્વાસન અને આનંદ પ્રેરે છે અને તેને અનુભવ