પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૯
અસમાન પ્રેમનું ઘરસૂત્ર.


થજો. અહો ! આવ્યા ! — બસ; તમારી બન્નેની રાહ, હું શ્મશાનની પાર ઉભો ઉભો જોયાં કરીશ.”

બારણું ધીમેથી ઉઘડ્યું, દરવાને ડોકું કે અંદર ઘાલ્યું, પણ તે જ ક્ષણે સૂર્યનાં કિરણોએ અંદર પ્રવેશ કર્યો, પ્રકાશની એક શેઢ અંદર આવી અને સુખી, સુંદર નિદ્રામાં ઠરેલા વદન ઉપર પથરાઈ, મૌન અને સ્થિર રહી જે હજી પોતાના પિતાને જોઈ રહ્યું હતું તે બાલકના અધર ઉપર એક મંદસ્મિત રૂપે વિસ્તરી રહી. એજ ક્ષણે રમાએ સ્વપ્નમાં પણ સંભળાય તેમ કહ્યું “દિવસ ઉગ્યો, દરવાજા ઉઘડ્યા છે; મારો હાથ ઝાલ, ચાલ આપણે બહાર જઈએ; જમનાં ઉપર જઈ, હોડીમાં બેશીએ; જો સૂર્યદેવ જલ ઉપર કેવો વિલસી રહ્યો છે ! — ગયાજી, ઘેર, જઈએ.”

“બિરાધર, તમારો વખત થયો.”

“ચૂપ :— આ ઉંઘે છે; તુરતજ આવું છું; — બસ, થયું — ગુરુકૃપા કે હજી પણ જાગી નથી.” રખેને જાગી ઉઠે એવા ભયથી એણે એને ચુંબન સરખું પણ ન કર્યું, એના ગળામાં ધીમે રહી એણે પેલું માદળીયું નાખી દીધુ કે તે જુદા થતી વખતનું પ્રેમાલિંગન એને પહોંચાડતાં પુનઃ મળવાની આશાનું વચન પણ સાથેજ આપી શકે. ઉમરા સુધી ગયો, પણ વળી પાછા આવ્યો, વળી ગયો, વળી આવ્યો, વળી ગયો બારણું બંધ થયું ! – ગયો, હંમેશ માટે ગયો.

મા થોડીક વારે જાગી — ચારે પાસા જોવા લાગી — “ગુલાબ ! વ્હાલા ! વહાણું વાયું.” બાલકના ધીમા રુદન વિના બીજો કશો જવાબ મળ્યો નહિ. અરે દૈવ ! શું આ બધું એક સ્વપ્નમાત્ર થઈ ગયું ! વચમાં આવવાથી બરાબર જોવા ન દેનારા વાળને તેણે આંખો ઉપરથી ખશેડી, હાથમાં ઝાલી રાખ્યા, એમ કરતાંજ છાતી ઉપરનું માદળીયું હાથે અથડાયું;— સ્વપ્ન તો ન હોય ! “રે દૈવ ! ત્યારે શું જતો રહ્યો !” એક ફાળ મારી ઉભી થઈ બારણા આગળ ગઈ, મોટી બૂમ પાડી ઉઠી. દરવાન આવ્યો એટલે એણે પૂછ્યું “મારો ધણી. મારા બાલકનો બાપ !”

“બાઈ ! તે તો તારા પહેલો ગયો.”

“ક્યાં ?”

લ્લાદને ઘેર.” એટલા ઉત્તર સાથે એ શ્યામ દરવાજો બંધ થઈ ગયો; અંદર મૂર્છાવસ્થાના અંધકાર ઉપર તે બંધ થયો. ગુલાબસિંહના શબ્દો,