પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૧
અસમાન પ્રેમનું ઘરસૂત્ર.

કરતી હતી. થોડાં માણસ ઘણાંને પહોચી ન શક્યાં; ઘણાક રજપૂતો તો પૃથુરાયના અખાડા આગળ હતા.

વધસ્થાને સર્વ આવ્યા; જલ્લાદે પ્રત્યેકનો ગુનો લોકોને જણાવી એકે એકે ડોકાં કાપવા માંડ્યાં; એક, બે, પાંચ, દશ,………… એનો પણ વારો આવ્યો. નિદ્રાવશ, સમાધિસ્થ, બાલાએ કહ્યું “મરવા નહિ દેઉં, મને સાથે લેતો જા; મારું કહ્યું માન.” પણ અહો ! બાલા ! આટલું થયે પણ તારા હોઠ ઉપર સ્મિતનો ભાસ છે ! ! હા, એ ફીકા પડી ગયેલા હોઠ હસવા લાગ્યા, એ સ્મિતની સાથેજ, વધસ્થાન, જલ્લાદ, અને ભયમાત્ર વિલીન થઈ ગયાં; સદોદિન એવો ભવ્ય શાન્ત પ્રકાશ એ સ્મિતની સાથે જ અનન્ત દિક્‌પ્રદેશ ઉપર પથરાઈ ગયો. ગુલાબસિંહ ભૂમિ ઉપરથી ઉપડ્યો, માના ઉપર કેટલીક વાર સુધી ભમ્યો, આત્માએ આત્માનું આલિંગન લીધું, આનંદ અને જ્ઞાનની ભાવના પ્રત્યક્ષ થઈ ! સ્વર્ગનાં અનેકાનેક દ્વાર ઉઘડી ગયાં, અનેક દેવતાઓ સત્કારપુષ્પાંજલિથી વધાવવા લાગ્યા, મહાત્મા, જ્ઞાની, આવ્યો ! નારદ તંબુર આદિ વીણાથી ગાન કરવા લાગ્યા;— “સ્વાર્પણથી વિશોધિત યોગિરાજ ! મરણથીજ અમર મહાત્મા ! તને અનેક વાર વંદન કરીએ છીએ; આનું જ નામ મરણ” દેવતાઓના વૃંદમાં દેવતાથી અધિક તેજસ્વી એવી આ મૂર્તિએ હાથ પહોળા કરી નિદ્રાવશ મૂર્તિને કહ્યું “નિરવધિ બ્રહ્માનંદની સહચરિ ! —આનુંજ નામ મૃત્યુ !”

*****

પૃથુરાયે તવા વિંધ્યા; જુલમથી રાજ્યમાં ત્રાસ વર્તાવી અધિકાર સ્થિર સ્થાપવા ઈચ્છનાર પડ્યો; પૃથુરાય અને ચંદવરદાયી પણ એક એનું ગળું કાપી પડ્યા:— મહાવીરની ઉક્તિ સત્ય થઈ રજપૂતો સર્વત્ર અમલ બેસારવા લાગ્યા; રાત પડી ગઈ; પ્રાતઃકાલ થયો; બંદીખાનાના દરવાજા ઉઘડી ગયા; લોકો અંદર પેશી કોટડીએ કોટડી બાળવા લાગ્યા, અને સર્વત્ર સ્વાતંત્ર્યનું સામ્રાજ્ય થઈ રહ્યું. સારી પેઠે ઉજાશ થતાં, અત્યાર સુધી કોઈએ જેમાં તપાસ નહિ કરેલી એવી એક કોટડીને ઉઘાડવામાં આવી તો એક જવાન અબલાને ફાટલા બીછાના ઉપર બેઠેલી દીઠી; પલાંઠી વાળી તેણે હાથ છાતી સરસા જોડીને દાબી રાખ્યા હતા; મસ્તક ઉચું રાખી મૂકેલું હતું; આંખો ઉઘાડી હતી; હોઠ હસતા હતા;— સ્થિર શાન્તિ, સુખ કે તેથી પણ અધિક ભવ્ય આનંદનું સ્મિત જણાતું હતું. આટલાં ઉન્મત્ત આનંદે ચડી બેભાન થઈ