પૃષ્ઠ:Gulabsinh.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩
ભાડાની કોટડી.

“પશ્ચિમથી જે બલ આવશે તે અંબર અને દીલ્હીની ગાદીનો પાયો ઉખેડી નાખશે એમાં સંશય ન સમજવો. આર્ય ભૂમિ ઉપર તેનાં પરાક્રમી બાલકોની જે અનાસ્તા થઈ છે તેથી આ અંબિકા કોપે ભરાઈ છે, અને તેણે પોતાનું ખપ્પર ભરવાને આ ભૂમિ ઉપર ક્યારનોએ અવતાર લીધો છે. સંભાળજો, તમારા પોતાના ઘરમાં પેશીને, તમારી થઈને, એ તમારો ભોગ લેશે. શિવ ! શિવ ! શિવ ! મુસલમાનોને તમેના તમેજ તમારા ઘરમાં બોલાવી લાવશો; પૃથુરાય, યચંદ, હાહુલીરાય, મરસિંહ, એવા ણધીર સ્તંભો ભાંગી પડશે; મ્લેચ્છ લોકો બધાનો પરાજય કરી ચક્રવર્તી રાજા થશે. અરે ! આગળ જતાં ક્ષત્રિયનું નામ પણ આ ભૂમિમાં નહિ રહે, મ્લેચ્છ લોકો તમારી કન્યાઓને પરણી તમને ભ્રષ્ટ અને પતિત કરશે. હજી પણ આ ભૂમિના ભાવિમાં જે છે તે સાંભળવું હોય તો આજથી ત્રણ વર્ષ અને છતરીશ દિવસે દીલ્હી આવજે ત્યાં વીરભદ્ર પ્રકટ થઈને કહી બતાવશે.”

કોઈ બોલી ઉઠ્યો કે “કવિરાજ ! ત્યારે તો તમારું શું થવાનું છે તે પણ કહો તો ઠીક.”

કવિનું શરીર કંપવા લાગ્યું પણ ધીરજ અને શાંતિથી જવાબ દીધો કે “મહા યુદ્ધ પછી સાતમે દિવસે મ્લેચ્છ લોકને હાથે જે થનાર તે થશે.”

એટલું કહીને ચંદ જાગ્રત્ થઈ ગયો. પોતપોતાની પ્રકૃતિ અનુસાર સર્વ મહેમાનો આ બધા બનાવ ઉપર ચર્ચા કરતા કરતા, અને મનમાં કાંઈક ડરતા ડરતા, પોતપોતાને ઘેર ચાલી ગયા.

પ્રકરણ ૭ મું.

ભાડાની કોટડી.

આપણો પરદેશી મધ્યરાત્રિ વીત્યા પછી ઘણે વખતે મુકામ પર પહોંચ્યો, આખા અંબર શેહેરની નાના પ્રકારની ખુબીઓનું સંગ્રહસ્થાન હોય તેવા એક ભાડુતી મકાનમાં ગુલાબે મુકામ રાખ્યો હતો. એ મકાનના ઉંચા ઓટલા પોલા કરી નીચે ભોંયરાં જેવી નાની કોટડીઓ બનાવેલી હતી