પૃષ્ઠ:Gulabsinh.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯
ક્ષત્રિયોની પડતી.

પ્રકરણ ૮ મું.

ક્ષત્રિયોની પડતી.

જ્યારે આપણો પરદેશી પેલા ડોસા પાસે ફરીથી ગયો ત્યારે તેની દૃષ્ટિએ એ ડોસો ગઇ રાતની વાત ભુલી જઇને તદન શાન્ત પડેલો તથા કાંઇ પણ બન્યું ન હોય અને બધું તેમનું તેમજ હોય એવો નિરાંતમાં જણાયો. તેણે આંખમાં આંસુ આણી આ પરદેશીનો ઘણો ઉપકાર માન્યો; અને કેહેવા લાગ્યો કે મારી પૂરેપૂરી વ્યવસ્થા કરવા માટે મેં મારા એક સગાને તેડાવેલો છે, તે થોડા દિવસમાં આવશે. મારી પાસે હજુ પણ દ્રવ્ય રહેલું છે; પણ કંજુસાઈ કરીને તેને સાચવી રાખવાનું હવે કાંઈ પ્રયોજન રહ્યું નથી. આમ કહ્યા પછી પોતાને મારી નાખનારના વિષે થોડી એક બીના કહેવા લાગ્યો.

આ ડોસાને નાની વયમાં પોતાનાં સગાં સાથે ક્લેશ થયો હોય એમ જણાતું હતું. આની રીતભાત તથા નાસ્તિકપણું એટલાં બધાં પ્રબલ થઈ પડ્યાં કે એનાથી ઘરમાં રહી પણ શકાયું નહિ. ધર્મમાત્રની વાતને એ કલ્પિત માનતો, તો પણ સર્વ નાસ્તિક લોક પોતાના અંતઃકરણની પ્રબલ થયેલી સ્વાર્થ બુદ્ધિનેજ પરમાર્થ રૂપે સમજે છે તેવી પરમાર્થ ઉપર પ્રીતિ રાખવાવાળો હતો, કારણ એની બુદ્ધિ મંદ છતાં પણ એનો સ્વભાવ ભલો હતો. પોતાને તો પ્રજા હતી નહિ, પણ કોઈનું બાલક રવડતું રવડતું મળી આવે તો રાખી લેવું એવો તેણે નિશ્ચય ધાર્યો હતો. આવું કોઈ બાલક જડે તો તેને કેવલ યુક્તિ અને વાદપદ્ધતિનુંજ જ્ઞાન વિશેષે કરી આપવું, એવા વિચારમાં હતો તેવામાં કોઇ હલકા કુલનો માબાપ વિનાનો છોકરો તેને મળી આવ્યો; તે એવો તો કદરૂપો હતો કે તેથી કરીને એને તેની ઉપર વધારે દયા આવવા લાગી અને આખરે તે એને ઘણો પ્રિય થઈ પડ્યો. આ બાલકને પોતાના પુત્ર જેવું પ્રિય ગણતો હતો એટલુંજ નહિ, પણ એ બાલક પોતાના તમામ તરંગોની મૂર્તિ રૂપ હતું એમ પણ માનતો. આવા વિચારમાં એણે આ બાલકને કેવલ તાર્કિક જ્ઞાનમાં કુશલ કરવા માંડ્યું. જન્માંતરના સંસ્કાર વિના આ જન્મમાંજ થઈ આવેલી સંગતિથી સર્વ રીતભાત અને જ્ઞાનનો આકાર બંધાય છે એમ એના મનમાં દૃઢ થઈ ગયુ હતું તેથી એણે આ બાલકના મનને