પૃષ્ઠ:Gulabsinh.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
ગુલાબસિંહ.

તમને એમ લાગ્યું, અને—”

“તે ભય—”

“તે એજ કે આપણે હજુ એક વાર મળીશું. અને તે સમયે રાજપ્રકરણના તથા લોકોનાં મન રીઝવી લેવાની બાબતના તમામ વિચાર હાલ કરતાં જુદાજ હશે.”

“એમ કદાપિ પણ થનાર નથી.”

“પ્યારા માનસિંહ !” પેલો ડોસો બોલી ઉઠ્યો “તમારા મનમાં ન્યાય અને પરોપકારબુદ્ધિના ઘણા સારા વિચાર બેઠેલા છે. ઘણી ખેદની વાત છે કે મારે ને તમારે આજ સુધી પિછાન ન થઈ શક્યું. તમે હાલમાં ચાલતા વિચારો પસંદ કરે છો, અને રાજા પણ નકામા છે, તથા રાજગુરુઓ ને આચાર્યોનો પણ એક જુલમજ છે એમ માનો છો. વાહ ! સર્વને સ્વતંત્રતા હોવી જોઇએ તથા બુદ્ધિમાં જે ખરૂં આવે તેમ થવું જોઇએ. આ તો બાપનો કૂવો માટે ખરૂં હોય તો પણ પીધાંજ કરે એવા બધા ભેગા થયા છે !”

“એ શું બોલ્યા ? મને તમામ માણસજાત ભાઈ જેવી લાગે છે એમ હું કહું છું, તે વખતે રાજાનો પથરો વળી માથે ઉચકવાની વાતને કદાપિ પણ કબુલ કરૂં ?”

“ત્યારે તો આ ભાઈ ધારે છે તેમ તમે નહિ ધારતા હો કે આ હરામખોર છોકરાને મેં જે સમજ આપેલી તે બીલકુલ ખોટીજ છે.”

“એમાં તમારો શું વાંક ? શિષ્ય ખરાબ નીકળે તેમાં ગુરુ શું કરે ?”

પેલા પરદેશી તરફ જોઇને ડોસો બોલ્યો “ સાંભળ્યું. વાહ માન ! હું હવે તને મારો ખરેખરો ચેલો ગણીશ ને તારા ઉપર વિશ્વાસ રાખીશ.”

પણ આ વાત ચાલતી હતી તેવામાં ગુલાબ તો ચાલતો થયો હતો ને છેક બારણાના ઉમરા સુધી પહોંચ્યો હતો. અરેરે ! જે પાકો નાસ્તિક થઇ ગયો તેની જોડે તે કોણ તકરાર કરી શકે ? આંધળો ભીંતે અથડાય ત્યારેજ ખબર પડે, બાકી સમજે નહિ, ગુલાબસિંહની પેઠે, આપણા કહેવાતા સુધારાવાળા આગળ આપણા પ્રવીણ શાસ્ત્રી પુરાણીઓ ન બોલે તો તેથી તેમણે જૂનાં શાસ્ત્રો પાણીમાં બોળાવ્યાં એમ માની ફૂલાવું ફોકટ છે; એ શાસ્ત્રીઓ વગેરે જે ચૂપ રહે છે તે પણ આપણા પવિત્ર ગુલાબની રીતે