પૃષ્ઠ:Gulabsinh.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫
પ્રિયતમે બતાવેલું વૃક્ષ.

આમ માનવું કદાપિ ભુલ ભરેલું પણ હોય, તથાપિ એવી ભુલોથી કરીનેજ ખરી શક્તિવાળા સહૃદય પુરુષો ઇર્ષ્યાભાવને તરછોડી શાન્ત પડી સર્વત્ર સમતા અનુભવી શકે છે. એમાંજ તેમને સંતોષ રહે છે, ને એથીજ તેમની બુદ્ધિ સતેજ થઈ નવી ભૂમિકા ઉપર પ્રવેશ કરે છે. પોતાના ન્યૂનગુણને, સામાનો અધિક ગુણ દેખી, સામાના મુરબ્બી થવાનું ડોળ કરીને છુપાવવાના યત્નમાં ઇર્ષાને લપેટી લેવાની યુક્તિ તેમને આવડતી જ નથી. आत्मवत़् सर्व भूतानि એમ સમજવાથીજ અમર થવાય છે, તે પ્રસંગે અહંતાના આશ્રયથી નીપજતા તત્કાલના સંકટથી છૂટા રહેવાય છે, જે તરંગ અને તાન ઉપર લોક પૂર્વે હાસ્ય કરતા તેનુંજ હવે માનપૂર્વક શ્રવણ કરવા લાગ્યા ! સરદારે બીચારે બોલ્યા ચાલ્યા વિના પોતાના જન્મરાના ત્રણમાંથી બે ભાગ આ શ્રેષ્ઠ કાવ્ય રચવામાં ગાળ્યા હતા, એટલે સુધી કે બીજાના ગ્રંથોમાં એ ગમે તેવા સુધારા વધારા સૂચવે, પણ આમાં તો એક અક્ષર પણ હવે આઘો પાછો કરી શકે તેમ રહ્યું ન હતું. પણ શું સર્વે આમ નથી કરતા ? આજકાલનો કોઈ નકામો ટીકાકાર કોઈ ગ્રંથનું અવલોકન કરતાં કહેશે કે “આ ઠીક નથી; ને આ ઠીક નથી.” “આ બદલવું જોઇએ, આ કાઢી નાખવું જોઇએ;” એટલું જ નહિ પણ જો એને બે તાન ટપ્પા રાગોડતાં આવડતાં હશે તો પોતાના હાથમાં સરંગી લઇને જરા વાર પોતાની બતાવેલી અમૂલ્ય સૂચનાઓને આલાપી પણ બતાવશે ! પણ જરા ધીરજ પકડીને રચના કરવી શરૂ કરે તો પછી ‘સુધારા વધારા’નાં અટકચાળાં કરવામાં તેને પણ ઝાઝી ! મઝા માલુમ પડે નહિ. જ્યારે પોતાનાજ રચેલા ગીતની ખુબી સરંગીના તરંગીપણાથી ધૂળ ધાણી થતી હોય ત્યારે તો સર્વે ઠેકાણેજ રહે !

રમા પણ સઘળે પૂજાઈ રહી છે, આખા દીલ્હી શહેરમાં ઘેર ઘેર એના કીર્તન ચાલી રહ્યાં છે. હવે તો એ સર્વ લોકની ખુશામદથી મગરૂર બનેલી, રંગભૂમિની રાણી બની રહી છે. એના અભિનયાદિકમાં કદાપિ સહજ બીગાડ થઈ આવે, પણ શું લોકો એનો સ્વભાવ બદલી શકવાના છે ? નહિ, નહિજ. ઘર આગળ તો એ હતી તેવીજ ભલી ને સાદી રહી છે, હજુ પણ પ્રેમભક્તિમાં લીન થઇ ધ્યાન ધરતી હોય તેવી બેઠેલી હોય છે. રે ઉંટના ભાઇ વક્રાકાર વૃક્ષ ! તારી લીલી ડાળીઓ તરફ એ કેવી જોઈ રહે છે ! કેટલી બધી વાર તારી પેઠે એ પણ પોતાના મનથી જ્યોતિની અપેક્ષા કરે છે !—રંગભૂમિની જ્યોતિ નહિ પણ પરમજ્યોતિ ! હે બાલકી ! બસ બસ, રંગભૂમિની જ્યોતિથીજ