પૃષ્ઠ:Gulabsinh.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
ગુલાબસિંહ.

થયેલી હતી. ન હતી નિદ્રા તેમ ન હતો સન્નિપાત, હતી કેવલ એવીજ સ્વપ્નવત્ જાગ્રદ્‌વસ્થા કે જેવી અફીણ વગેરે ખાધાથી વારંવાર થઈ આવે છે, દરેક નાડી ધમધમાટ કરતી તાજી થઈ ઉઠે છે અને આખા શરીરમાં તેજ રીતની ચંચલતા ઉત્પન્ન કરી, ક્ષણ વાર આનંદ અને ઉત્સાહ ઉશ્કેરે છે. સરદાર કાંઇક શોધવા લાગ્યો — પણ શું ! તે એ જાતે પણ ભાગ્યેજ સમજતો હશે, કેમકે એની બુદ્ધિને પૂર્ણ પોષણરૂપ એની સ્ત્રીના મધુર શબ્દ અને એની પ્રિય સરંગીને ગ્રહણ કરવાની ઈચ્છા એ બેના સંયોગથી એની હાલની વૃત્તિ પેદા થયેલી જણાતી હતી, પલંગ પરથી ઉઠ્યો, ને આસ્તે આસ્તે તેણે, જે ઝભ્ભો પહેરીને રોજ કાવ્ય રચવા બેસતો તે પહેર્યો. એ ડગલાને જોતાં જે વિચારસંગતિ એના મનમાં થઈ આવી તેથી આનંદ પામી હસવા લાગ્યો; અને ધૃજતે, ધૃજતે, જે નાની ઓરડીમાં પોતાની પ્રિયા બેસી રહી સંભાળ રાખતી તે તરફ, પોતાના ઓરડામાંથી ગયો. ઘણી ચોકશીથી ને આતુરતાથી એ ચારે તરફ જોવા લાગ્યો, મનમાં કાંઇ બબડવા લાગ્યો, અને વળી ટટાર થઈ ધીમે ધીમે આખા ઘરના એક પછી એક ખંડમાં ફરવા લાગ્યો.

આખરે ઘરના ઘણા દૂર ભાગના જે ખંડમાં પેલી બુઢી દાસી—બીજા કોઈને નહિ તો પોતાની જાતને તો પૂરેપૂરી નિમકહલાલ-પોતાની મેળે સંભાળ કરતી ભરાઇ રહી હતી. ત્યાં જઇ પહોંચ્યો. જેવો તે ફીકો, સુકાઇ ગયેલો, અસ્થિર, આતુર, તથા ચિંતાભરી નજરે ચારે ખુણા તપાસતો ધીમેથી અંદર પેઠો કે પેલી ડોસી બૂમ પાડીને ઉભી થઈ અને એને પગે આવી ઢળી પડી. તુરત તે નીચે નમ્યો, ને એના અવળા ફેરવી રાખેલા મોં ઉપર પોતાનો સૂકાઈ ગયેલો હાથ ફેરવી, માથું ધૂણાવતાં, ખોખરે અવાજે બોલ્યો કે “હું એને દેખતો નથી, ક્યાં છે ?”

“મારા શેઠસાહેબ ! કોને ? અરેરે ! તમારી વૃત્તિ જરા સાવધાન રાખો, અહીં તો કોઈ નથી. અરે પ્રભુ ! હવે આવી બન્યું ! આપનો મારે સંસર્ગ થયો, હવે મારું આવી રહ્યું !”

“આવી રહ્યું ! કોનું આવી રહ્યું ? કોણ કોઈ મરી ગયું ?”

“એમ શું બોલો છો ? તમે સારી પેઠે જાણતા જ હશો. બીચારાં શેઠાણીજ— તેને તમારોજ તાવ લાગુ થયો; એટલો તો ઝેરી છે કે એના ચેપે કરીને આખું દીલ્લી શેહેર ઉજ્જડ થઈ રહે ! ને આ હું તમારી દાસી