પૃષ્ઠ:Gulabsinh.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭
નવો આશક

કરી પોતાને રસ્તે પડ્યો.

લાલાએ ઘણી આતુરતાથી પૂછ્યું “આ કોણ છે ?” પણ સહુ જવાબ દીધા વગર એકેકની સામે જોઈ રહ્યા.

છેવટ રામલાલે કહ્યું “મેં તો એને કદાપિ જોયો નથી.”

“મેં પણ નહિ.”

દીલ્હી શહેરનો જે જવાન હાલ આ મંડળમાં મળી ભૂતપ્રેતની વિરુદ્ધ શંકા કરતો હતો તે આપણો જાણીતો હમીર હતો; તે બોલ્યો કે “ હું એને સારી પેઠે ઓળખું છું. તમને સર્વેને યાદ હશે કે એ મારી સાથેજ અહીં આવ્યો હતો. આજથી બેએક વર્ષ પર એ દીલ્હીમાં આવ્યો હતો, તે પાછો આજ આવ્યો છે. એ ઘણો પૈસાવાળો છે, અતિશય દ્રવ્યનો માલીક છે માણસ પણ પૂરો મીલનસાર છે. આ પ્રમાણે આજ એને વાતો કરતો જોઈ હું દિલગીર છું; કેમકે એના વિષે મૂર્ખ લોક જે આડી અવળી ગપ્પો ચલાવી રહ્યા છે તેમાં આથી કરીને વધારો થાય તેવો સંભવ છે.”

એક બીજો દીલ્હીનિવાસી બોલી ઉઠ્યો “એ તો ઠીક; પણ હમીર ! તારા પોતાના અનુભવમાં આવેલી એની તે દિવસની બીનાથી જે વાતનો તું નિષેધ કરે છે તે જ સાબિત નથી થતી શું ?”

લાલાએ એ સાંભળી કહ્યું કે “અરે યારો ! હું અને આ મારો દોસ્ત રામલાલ આખો દિવસ ઘરમાં ને ઘરમાં ભરાઈ રહીએ છીએ ને અજાણ્યા હોવાથી કહીં બહાર જતા નથી એટલે અમે તે કાંઈ જાણતાજ નથી. હમીર ! શી વાત છે તે તો કહો !”

“ભાઈ ! લોક તો એ ગુલાબસિંહનામાં કાંઈ ચમત્કાર ધારે છે. પોતાનામાં એવું સામર્થ્ય હોય તો સર્વે રાજી થાય, પણ સામાનામાં હોય તે, જાણોજ છો તો, ખમી ન શકાય. એટલે પછી ભૂત ને પ્રેત ને મંતર ને જંતર ને સાધનામાં ગપ્પાં ચલાવી બીજાને હલકા પાડવાની યુક્તિઓ રચે. આ ભાઇ જે વાત કરે છે તેમાં પણ આવી જ જાતનો કોઈ ચમત્કાર લાગે છે. તમે સર્વે રમતા તો હશોજ, (સર્વેએ હા કહી) હું એક દિવસ રમતમાં ચઢ્યો તે જેટલા પૈસા પાસે હતા તે તમામ આંકી ચૂક્યો તે આખરે ખાલી થઇ ગયો. નિરાશ થઇને ઉભો થયો તેવો મેં ગુલાબસિંહને જોયો. મારે ને