પૃષ્ઠ:Gulabsinh.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩
પ્રેમની તાણાતાણ

આમ એની અવસ્થા કરવામાં કેવલ બૂઠી વૃત્તિનો એનો મિત્ર રામલાલ પણ. મદદગાર હતો.

આપણે વાત શરૂ કરી તે સાંજને બીજે દિવસે લાલો જમનાના કીનારા ઉપર ઘોડે ચઢીને એકલો ફરતો હતો. બપોર નમી ગયા હતા. એટલે સૂર્યનો તાપ જરા મંદ થઈ ગયો હતો, અને જમનાના તરંગોમાંથી ઝીણી પવનની ઠંડી લહર છૂટી રહી હતી. તેવામાં રસ્તાની એક બાજુએ રોપેલા પથ્થરના પાળીઆ આગળ નમી રહેલો કોઈ માણસ એણે દીઠો, અને પાસે જતાં ગુલાબસિંહ નજરે પડ્યો.

લાલાએ એને રામ રામ કરી પૂછ્યું કે “તમને કોઈ જૂનો લેખ સાંપડ્યો છે કે શું? આ રસ્તે તો એવા પથરા કંકરાની પઠે અથડાય છે.”

“ના ના ” ગુલાબસિંહે કહ્યું “હું તો એવા લેખની શોધમાં હતો કે જે સૃષ્ટિના નિર્માણ સમયથીજ રોપાયલો છે. અને જેને ઈશ્વર વારંવાર કરમાવે છે ને ખીલાવે છે.” આમ કહીને એણે ફીકા ભુરા રંગનો ફૂલવાળો નાનો છોડ લાલાને બતાવ્યો અને લાગલો તે પોતાના ખીસ્સામાં નાખ્યો.

“તમે તો વનસ્પતિની શોધ કરતા જણાઓ છો ?”

“હા.”

“મેં સાંભળ્યું છે કે વનસ્પતિનો અભ્યાસ પણ અતિશય આનંદકારક છે.”

“જે સમજે તેને તો ખરે એમજ છે.”

“ત્યારે શું એ વિષયનું જ્ઞાન ક્વચિત્ જ પરિપૂર્ણ થઈ શકતું હશે ?”

“કવચિત્ ? ગૂઢ જ્ઞાન તો હાલની કલાચાતુરીના ભપકા આગળ તથા ઉપર ચોટીઆ જ્ઞાનની બડાઈઓ આગળ સંતાઈ રહેલું છે, તમે એમ ધારો છો કે ઘણા કાલથી ચાલી આવતી વાત બીલકુલ પાયા વગરની છે. પર્વતના શિખર ઉપર જડી આવતાં શંખલા છીપલાઓથી પણ સિદ્ધ થાય છે કે દરીયો કયાં પહોંચ્યો હશે, તો આ વાતોમાંથી કાંઈજ સાર જડતો નહિ હોય ? આપણા લોકના મંત્ર તંત્ર એ શું છે? ફક્ત કુદરતી નિયમો–પણ વધારે બારીક નિયમો—નો અભ્યાસ. અગ્ન્યસ્ત્ર અને પવનાસ્ત્રની વાતો ગપ જેવી જણાય, પણ એમાં કાંઈ નવાઈ નથી, દંતકથાથી એમ પણ સંભળાય છે કે પોતાના શત્રુઓને ગમે તેટલે દૂરથી માત્ર ઈચ્છા વડેજ મારી નાખે એવા પણ સિદ્ધ થઈ ગયા છે. જે વનસ્પતિ પર તમે ચાલો