પૃષ્ઠ:Gulabsinh.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૭
માહાત્મા

પ્રતિષ્ઠિત કહેવાતા પણ અંદરથી ખરા પાપી, વહી ગયેલા, ફક્કડ લોકો જેની જેની સાથે ગુલાબસિંહ ફરતો તે બધા જાણે એના સમાગમથીજ સુધરી ગયેલા લાગતા. પેલો જુગારીઓનો રાજા હમીર પણ ગુલાબસિંહની તે રાતની વાત જોયા પછી કેવલ બીજોજ માણસ થઈ ગયો હતો. પ્રથમ તો એણે જુગારના સોગન લીધા, પછી જેને છ વર્ષથી મારવા ફરતો હતો, તેવા પોતાના કુટુંબના એક શત્રુ સાથે સંધિ કરી, — છતાં આ બધું પરિણામ ગુલાબસિંહે કોઈ પણ પ્રકારની શીખામણ કે સલાહ આપીને આણ્યું હોય એમ હમીરની વાતમાંથી જરા પણ સમજાતું નહિ. બધા ગુલાબસિંહને વિષે એમજ બોલતા કે એ દરેક પ્રકારની મોજમઝામાં ભળી જાય તેવો છે; આચારમાં વિવેકને વળગી રહેનારો નથી; છેક મ્હોછૂટો તો નહિ. પણ ખુશ, ગંભીર તથા નિરંતર હસમુખો છે; ગમે તેની નકામી પણ વાત સાંભળવાને તૈયાર; તેમજ જ્ઞાન ભરેલી, ચમત્કારિક તથા દુનિયાંના બારીક અનુભવવાળી વાતોના અખૂટ ભંડારથી સર્વને ખુશી કરવાને પણ તૈયારનો તૈયારજ છે. દેશદેશની રીતભાત, દેશદેશના લોક તથા લોકના પણ સર્વ વર્ગ, એ બધાનો એને ઘણો પરિચય જણાતો હતો. એની અખૂટ દોલત તથા એના મુખની આકૃતિ ઉપરથી કોઈ એને રાનનો રહેવાસી, તો કોઈ લંકાનો વેપારી, તો કોઈ હિંદુસ્તાનનોજ ઝવેરી માનતું. પણ ગુલાબસિંહ એ નામ ઉપરથી કોઈ લોક એને જપુતસ્તાનનો કે પંજાબનો ક્ષત્રિય ધારતા અને એમ કલ્પતા કે એ ઠામે રહેલી રાજયોગાનુસારી ગુપ્તવિદ્યાઓનો એણે અભ્યાસ કરેલો છે અને 'રાન વગેરે સાથે વેપારમાંથી અખૂટ દોલત મેળવેલી છે. કોઈ વિશેષ બારીકાઈથી જોનાર કવિની એમ પણ કલ્પના થતી કે જેમ ગુલાબ સર્વ પુષ્પનુ નૂર છે, તેમ માણસ માત્રનું આ પુષ્પ નૂર છે. શ્રીકૃષ્ણ ભગવાન્ કહે છે :—

मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये ।।
यतत्ताद्यपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वत: ।।

તેમ હજારોમાં કોઈ હરિને સમજવા મહેનત કરે ને તે મહેનત કરનારા હજારમાંથી કોઈ ખરું સમજે; તો ગુલાબસિંહ જે અદ્ભૂત સિદ્ધ ખરેજ આ લાખોમાંનો કોઈ, ‘માણસનું નૂર,’ હોવો જોઈએ ‘ફાઇલોલોજી’ ની શોધ કરવાવાળાને નોંધી રાખવી હોય તો આ વાત ભલે યાદ રાખે કે નવી