પૃષ્ઠ:Halarada.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એ રાજાના મહારાજ્યની કલ્પના આપણને સાંપડી નથી. એ તો સૂઝી છે એક આંગ્લ જનેતાને : એનું નામ લૉરેન્સ આલ્મા : એણે હાલરડામાં બાળ રાજાનું રાજપાટ ગાયું :

King Baby on his throne
Sits reigning o! sits reigning o!
King Baby on his throne
Sits reigning all alone.

[બાળરાજા તખ્ત પર બેઠા બેઠા રાજ કરે છે. એકલા, એકલા એ જ એના તખ્ત પર બેઠા છે.]

His throne is mother's knee
So tender o, so tender o!
His throne is mother's knee
Where none may sit but he.

[માતાનો ખોળો એનું સિંહાસન છે : ઓહો કેવું સુંવાળું એ સિંહાસન એના વિના ત્યાં બીજું કોઈ ન બેસે.]

અને એનો મુગટ !

His crown it is of gold
So curly o, so curly o!

[પીળા કનકવરણા કેશના ગુચ્છાનો એ મુગટ ! ઓહો, કેવા વાંકડિયા વાળ!]

ને એનું સામ્રાજ્ય ક્યાં!

His kingdom is my heart
So loyal o! so loyal o!
[માતાનું હૃદય તે એનું રાજપાટ : કેવું રાજનિષ્ઠ!]

કોઈ ચક્રવર્તીને ન હોય તેવું. અને એના કાયદા? –

Divine are all his laws
So simple o! so simple o!

[ઈશ્વરી કાયદા! સાદા સરલ, સ્નેહનાં જ ધારાશાસ્ત્ર!]

જેનો આખરી આશય – અને એનું આદિકારણ –

With love for end and cause.

[કેવળ સ્નેહ, કેવળ મમતા, અન્ય કશું જ નહિ.]

વ્યથાગીતોનાં હાલરડાં

અંગ્રેજી હાલરડાંમાં તો કેવળ વિનોદ જ નહિ, કેવળ ખુશાલી નહિ, પણ વિધવા માતાનાં, ત્યજાયેલી-ઠગાયેલી જનેતાઓનાં પરદેશે પળેલા પિયુજીની વિજોગણ પત્નીઓનાં, આ કંઈ કંઈ મર્મગામી વ્યથાગીતો પણ ગવાયાં છે. ભેદક સૂરે માતા બાળકને કહે છે કે –

હાલરડાં
223