પૃષ્ઠ:Halarada.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[હે બાલુડા! શિવાજી ! હું તારુ પારણું ઝુલાવું છું. હો મારા સુંદર લાડકવાયા ! મારા ધાવણા બચ્ચા ! હું આ રાષ્ટ્રગીત ગાઉં છું તેથી તને નિદ્રા આવશે, ને તારા દેહને શાતા વળશે.]

હિ દાસી જળે મહી અમ્બિકા માય
હંબરડા ફોડી હાય !
નિજ શત્રુની હિચે ભંગીલે છત્ર
માંગલ્ય સૂત્ર સ્વાતંત્ર્ય !
હ્યાં દુઃખાને દુઃખી ફાર હે પાહી
મા જીજાબાઈ તબ આઈ

[આ દાસીનું હૃદય સળગે છે, કેમ કે પૃથ્વી માતા વાછરુવિહોણી ગાય જેવી બની ભાંભરડા નાખે છે. શત્રુઓએ એનું છત્ર ભાંગી નાખ્યું છે, ને એના કંઠનું મંગલસૂત્ર તોડી નાખ્યું છે. જો ભાઈ ! આ દુઃખે બહુ દુખિયારી બની છું. હું તારી માતા જીજાબાઈ.]

બહુ શત્રુ માનલે ભેલે
મેલયોની આર્યધન નેલે!
આમુચે રાષ્ટ્ર તુઙવિલે
કાણી નિપજે ના શાસ્તા થા ચાંડાળા – સુન્દરા૦

(પીટ્યા શત્રુઓ બહુ ફાટ્યા, મુઆઓએ આપણી આર્યલક્ષ્મી લૂંટી આપણા દેશને પગ નીચે ચગદ્યો, પણ એ ચાંડાલોને સજા કરનારો કોઈ ન નીકળ્યો.]

ભૂમાતેચ્યા ભૂતકાલી ઉદ્ધરણી
ઝુલી રાણી મૃડરમણી;
શ્રીરામાને રાવણ વધિલા લહૂની
વાનરા વીર વનવોની
ઘે સ્વતંત્રતા કંસાચ્યા પાસોની
ગોવિંદ ગોપ જમવોની.

[પૂર્વે ભૂમિમાતાને ઉદ્ધારવા માટે રણમાં પાર્વતીજી ઝૂઝ્યાં, શ્રી રામે વાનરોને વીર બનાવી લડાઈમાં રાવણને હણ્યો. ગોવિંદ પ્રભુએ ગોવાળોને જમાવી કંસ પાસેથી સ્વતંત્રતા લીધી.]

તૂ તસા વીર હોશીલ કા?
તરવાર કરીં ઘરશીલ કા?
મિળવિશીલ માવળે ગડી કા?
રણી વધાવ વા દેશશત્રુઆ મેળા. – સુન્દરા૦

[તું એવો વીર થઈશ કે? હાથમાં તરવાર ધરીશ કે? માવળા લોકોને સાથીઓ બનાવી લઈશ કે? રણમાં દેશ-શત્રુઓનાં ટોળાંનો સંહાર કરીશ કે?]

ભૂભક્તિચેં પ્રબલ દુગ્ધ પાજીન
મી વીર તુલા બનવીન
રિપુરક્ત ભૂ તુઝા કરી ન્હાણીન
સ્વાતંત્ર્ય ધરી આણીન
મી સ્વતંત્ર વીરાજી માતા
મી સ્વતંત્ર સુધન્ય હોતા
૨૩૦
લોકગીત સંચય