એને તાલે તાલે નાનું બાળક પોતાના ઘૂઘરીઓ ઘમઘમતા પગ માંડે અને તે પછી વળી વધુ ત્વરિત ગતિએ ચલાવવા માટે –
ડગ મગ ! ડગ મગ ! ડગલાં ભરતા
હરજી મંદિર આવ્યા,
પગમાં ડાક જશોદા માએ
ગોકુળ માંહી ચલાવ્યા
થેઈ ! થેઈ ! ચરણ ભરોને કાન
વેંચું મુક્તાફળ ને પાન !
એ તરલ તાલવાળું હાલરડું ગવાય. એ તો ઓરડાની અંદર ચાલતી ચાલ્યા. શેરીમાં રમવા સારુ વળી જુદો વધુ તરલ તાલ ! ને વધુ કોમલ કલ્પના :
ધુંબડી સૈયરમાં રમે.
ધુંબડી કાજળની કોર,
ધુંબડી આંબાની છાંય,
ધુંબડી સૈયરમાં રમે!
વળી તાલ બદલાયો :
ગા દોવાને ગોણીઓ
ઉપર તાંબડી ધુંબડ જાઈને કાજે
ધુંબડી સૈયરમાં રમે.
ફરી પલટો :
શેરીએ રમે
સહુને ગમે
ધુંબડી સૈયરમાં રમે
બારીએ રમે
બાપને ગમે – ધુંબડી.
મેડીએ રમે
માને ગમે - ધુંબડી.
એ જ શૈલીનું અંગ્રેજી હાલરડું જોઈએ :
Brown eyes
Straight nose;
Dirt pies
Rumpled clothes.
Falling down
Off chairs
Breaking crown
Down stairs
Folded hands