પૃષ્ઠ:Halarada.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ભાઈ ભાઈ, પોઢ્યા દીનોનાથ!
હાં...હાં પોઢ્યા દીનોનાથ !
ઓળોળોળો હાલ્ય હાલૂડા હાલ્ય !
- હાલો રે વા'લો રે૦

દોટ મેલીને દડો લીધો હાં-હાં-હાં
વનમાં પાડી વાટ;
માતા જશોદાએ હાલરડું ગાયું
ઊગમતે પરભાત!

ભાઈ ભાઈ ઊગમતે પરભાત!
હાં...હાં ઊગમતે પરભાત!
ઓળોળોળો હાલ્ય હાલૂડા હાલ્ય
- હાલો રે વા'લો રે૦

ચણ્યા કેરો છોડ મગાવું હાં-હાં-હાં
ઓળા પડાવું;
બાળા કાના, છાનો રેને
ગૂંજો ભરાવું!
ભાઈ ભાઈ, ગૂંજ ભરાવું!
હાં...હાં ગૂંજો ભરાવું
ઓળોળોળો હાલ્ય હાલૂડા હાલ્ય
-હાલો રે વા'લો રે૦

શેરડી કેરો સાંઠો મગાવું હાં-હાં-હાં
પાળીએ છોલાવું;
બાળ કાના, છાનો રે ને,
ગૂંજ ભરાવું !
ભાઈ ભાઈ, ગૂંજ ભરાવું!
હં હાં ગૂંજાં ભરાવું!
ઓળોળોળો હાલ્ય હાલૂડા હાલ્ય
- હાલો રે વા'લો રે૦

શામળી સૂરત શામળો વાને હાં-હાં-હાં
રંગમાં રૂપાળો;
માતા જશોદા એમ જ કે'
મારો મોરલી ધજાળો !

૨૪૮
લોકગીત સંચય