લખાણ પર જાઓ

પૃષ્ઠ:Halarada.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બાળક એ કશું લેવા ના પાડે છે. એ તો માગે છે આકાશી ચીજો ! :

તારામંડળમાં તકતો દીસે તે મારે ગજવે ઘાલો;
ચાંદલિયો ચૂંટીને મારા હાથડિયામાં આલો રે. – થેઈ થેઈ૦

એવાં રૂપાળાં રમકડાં માતાજી મુજને આલો!
આરા તારા વીણીને મારા ગુંજવડામાં ઘાલો. – થેઈ થઈ૦

અમે પ્રભુજી અલપ જીવડો તમથી લેવાય તો લ્યો રે.– થેઈ થઈ૦

સોના ચકરડી લાલ ભમરડી આકાશેથી ઉતારી;
પ્રભુ તમારી લાલ કસુંબલ મુખડાની બલિહારી!

⁠થેઈ થેઈ ચરણ ધરો ને કાન
⁠વેંચું મુક્તાફળ ને પાન!

જુગના આધાર

દેવકીજીને શ્રીકૃષ્ણ જલમિયા!
કે જલમ્યા જુગના આધાર
⁠જલમ્યા જુગના આધાર

ત્રિભોવન તારા રે ઊઘડ્યા!
⁠ઊઘડ્યા રાજદરબાર
⁠ઊઘડ્યા રાજદરબાર

નંદજીને ગઈ રે વધામણી.
શી શી રે આલું વધામણી !
⁠કે આલ્યાં રતન બે-ચાર
⁠આલ્યાં રતન બે-ચાર

જશોદાએ જોશી તેડાવિયા!
⁠કે જોશી જો રૂડા જોશ
⁠જોશી જો રૂડા જોશ

કેવા નખતરમાં જલમિયા!
રૂડા નખતરમાં જલમિયા!
⁠કે તેનું શ્રીકૃષ્ણ નામ
⁠જુગમાં થાશે જો જાણ

૨૬૦
લોકગીત સંચય