લખાણ પર જાઓ

પૃષ્ઠ:Halarada.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

⁠સોસશે પૂતનાના પ્રાણ
મામા કંસને રે મારશે!

સોનારૂપાનું રે પારણું!
કે પોઢશે નંદકિશોર
⁠પોઢશે નંદકિશોર

જાદવકુળની રે ગોદડી;
⁠હીરના બાંધ્યા છે દોર
⁠હીરના બાંધ્યા છે દોર
હરખે હાલરડું ગાય છે !

રો મા! રો મા! રે બાળકા!
⁠બારણે બેઠું છે હાઉ!
⁠બારણે બેઠું છે હાઉ!
⁠મા મને હાઉલું દેખાડ્ય
⁠મા મને હાઉલું દેખાડ્ય

હાઉ છે લંકા લખેશરી!

માડી મને નવ જાણીશ નાનકો!
⁠કે કાલે મોટેરો થૈશ
⁠કાલે મોટેરો થૈશ

વેરી મારીશ હું આપણા.

⁠સોરૂપાની રે ગોળિયું
⁠કે ગોળીએ વળગ્યા મા'રાજ
⁠ગોળીએ વળગ્યા મા'રાજ

ગોળી ફોડી કટકા કર્યા.

કે કટકા કરિયા દસવીસ
જશોદાને ચડિયેલી રીસ
ઢીંકા માર્યા દસવીસ
કાનો ચાલ્યો છે રિસામણે!

⁠વાટે જાતા કોઈ વાળો
⁠વાટે જાતા કોઈ વાળો
રાંધું ખીર ખાંડુ રોટલી.

હાલરડાં
૨૬૧