પૃષ્ઠ:Halarada.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


ગોણીએ રેડાવું ઘી
ગોણીએ રડાવું ઘી
કુર રંધાવું કમોદની.

લવિંગ સોપારી ને એલચી
બીડલાં વાળો મા'રાજ
મુખમાં મેલો મા'રાજ

ઢાળું ઢળકતા ઢોલિયા
કે પોઢો મારાં બાળક!
પોઢો મારાં બાળક!

દેવકીજીને શ્રીકૃષ્ણ જલમિયા!



માતા અનસૂયા ઝુલાવે

[બ્રહ્મા, વિષ્ણુ અને શંકર, ત્રણેય દેવ હતા. તેમણે સાંભળેલું કે ધરતી પર અત્રિ નામના ઋષિને એક અનસૂયા નામે અતિશય રૂપાળી સતી સ્ત્રી છે. તેઓ ભિક્ષા લેવાને બહાને ઋષિના આશ્રમમાં આવ્યા. સતી એકલાં જ હતાં. દેવો કહે કે 'સતી! તમે અમને નગ્ન સ્વરૂપે ભિક્ષા આપો!' સતી તો બોલે બંધાયાં હતાં. વળી પોતાનું શિયળ પણ સાચવવું હતું. એના શિયળને પ્રતાપે એણે ત્રણેય દેવોને છોકરાં બનાવી લીધાં, ઘોડિયામાં નગ્ન રૂપે સુવાડીને હીંચોળ્યાં અને પાપી મનવાળા દેવોને છોડાવવા તેમની ત્રણેય સ્ત્રીઓ આવી કરગરી ત્યારે સૌની મીઠી ઠેકડી કરીને છોડ્યા.]

માતા અનસૂયા ઝુલાવે પૂતર પારણે રે!

ત્રણે દેવો આવ્યા અત્રિ ઋષિને આશ્રમે રે
માતા અનસૂયાનું સત છોડવા કાજ
માતા અનસૂયા ઝુલાવે પૂતર પારણે રે!

અતિથિ રૂપે આવ્યા ભિક્ષા લેવા કારણે રે
સતી દિગમ્બર રૂપે ભિક્ષા આપો આજ. – માતા૦

સતીએ અંજલિ ભરીને દેવોને માર્જન કર્યા રે;
બનિયા બાળક રૂપે ત્રણે અતિથિ દેવ. – માતા૦

માએ પૂતરભાવે પયનાં પાન કાવિયાં રે,
તેના પુન્ય તણો ત્યાં રહ્યો નથી કાંઈ પાર. – માતા૦

262
લોકગીત સંચય