પૃષ્ઠ:Halarada.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આવી સુતારણ બાજોઠ લઈ, વળતાં પછેડી લેતી ગઈ;
તેડાવો સુતારણ ચલાવો જાણ,
તેં કેમ લૂંટ્યાં ગોકળ ગામ !
નથી લૂંટ્યાં અમે ગોકળ ગામ,
નથી દુવ્યા અમે શ્રી ભગવાન;

કેસી પછેડી કેસી ભાત, કેસો કાનુડો કેસી રાત !
પીળી પછેડી પોપટ ભાત, કાળો કાનુડો આઠમ રાત;
ઓશીકે મેલીને કાન પાંગત જુએ.
પછેડી સંભારી કાન ધ્રુશકે રૂવે ! – નવાનગરમાં૦

આવી કુંભારણ માટલાં લઈ, વળતાં પછેડી લેતી ગઈ;
બોલાવો કુંભારણ ચલાવો જાણ,
તેં કેમ લૂંટ્યાં ગોકળ ગામ !
નથી લૂંટ્યાં અમે ગોકળ ગામ,
નથી દુવ્યા અમે શ્રી ભગવાન;

કેસી પછેડી કેસી ભાત, કેસો કાનુડો કેસી રાત !
રાતી પછેડી રીંગણ ભાત, કાળો કાનુડો આઠમ રાત;
ઓશીકે મેલીને કાન પાંગતે જુએ
પછેડી સંભારીને કાન ધ્રુશકે રુવે! – નવાનગરમાં૦

ખોળે ખેલાવવાનાં જોડકણાં

[ઝુલાવવાનું]

ઝૂલ હાથીડા ઝૂલ
તારી ઝૂલમાં કમળફૂલ.

[કુદાવવાનું]

કૂદ ઘોડા કૂદ
તારી નળીઓમાં દૂધ
ઘોડો બાંધ્યો બજાર
ઘોડો ખાય ચણાની ઘળ

તું તો નાનો છે ત્યાં કૂદ
મોટો થૈશ, ઢીંકા ખૈશ
તું તો શેરીએ ભાગ્યો જૈશ.

હાલરડાં
૨૬૫