પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કોણ શ્રેષ્ઠ ? શૂદ્ર ?


વર્ણોમાં કયો વર્ણ શ્રેષ્ઠ ?

સામાન્ય માન્યતા તો એવી છે કે સહુથી શ્રેષ્ઠ બ્રાહ્મણ, એથી નીચે આવે ક્ષત્રિય, ત્રીજો ક્રમ વૈશ્યનો અને સૌથી નીચો ક્રમ આવે શૂદ્રનો !

ગીતામાં કહ્યું છે તેમ ગુણ અને કર્મથી ચતુર્વણ વિભાગો ઈશ્વરે જ પાડ્યા. ગુણ અને કર્મથી વિભાગ સચવાતા હોય તો તેમની વિરુદ્ધ કોઈ કંઈ કહે નહિ. પરંતુ ગુણકર્મથી વર્ણ પામેલા માતાપિતાને ઘેર જન્મ લેનાર બાળકોને પણ તેમના ગુણકર્મની પરીક્ષા થયા સિવાય વર્ણની છાપ સમાજે ચોંટાડવા માંડી અને ધીમે ધીમે જન્મ એ જ વર્ણની છાપ બની ગયો. બ્રાહ્મણ છાપ પામેલાં માતાપિતાને ઘેર જે બાળક જન્મ લે એ જન્મથી જ બ્રાહ્મણ ગણાય અને લગભગ જીવે ત્યાં સુધી બ્રાહ્મણપણાને પકડી રાખે; ગુણકર્મ ભલે બ્રાહ્મણના ન હોય તોપણ ! શૂદ્ર માતાપિતાને ઘેર જન્મેલું બાળક જીવનભર શૂદ્ર રહે : પછી ભલે તેનામાં બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્યના ગુણ હોય !

ગામોના નિવાસ સ્વાભાવિક રીતે જ કોઈ જળાશય ઉપર રચવામાં આવે; અને એ જળાશય સતત વહેતી નદી હોય તો વળી એ નિવાસ્થાન વધારે અનુકૂળ. સતયુગ હોય કે કલિયુગ હોય તો પણ ગ્રામરચના આ જ ધોરણે થવાની. નર્મદાનો સુંદર કિનારો અને તેના ઉપર એક સુંદર ગામ વસ્યું હતું. ચાર વર્ણના લોક એમાં વસતા હતા અને વર્ણવ્યવસ્થા જડીભૂત થયેલી હોવાથી બ્રાહ્મણો બ્રહ્મપુરીની