પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨ : હીરાની ચમક
 


એકાન્તમાં એક ખુલ્લું શંકરનું મંદિર હતું. તે ખુલ્લું હોવાથી શૂદ્રોને પણ તેમના દર્શન કરવામાં હરકત આવતી નહિ. તુલાધારને એનાં દર્શન કરવાનો નિત્યક્રમ હતો. મંદિરમાં તેમણે આજે એક અવનવું દૃશ્ય જોયું. સુંદર ચાંદીના થાળમાં પાંચ પકવાન તેમને સ્પષ્ટ દેખાય એમ મૂકવામાં આવેલાં હતાં !

શૂદ્રોની કલ્પનાસૃષ્ટિમાં પણ ન આવે એવાં સ્વાદિષ્ટ એ પકવાન હતાં. એ પકવાનનું દર્શન અને એ પકવાનની સુવાસ, ભલભલા યોગીની સ્વાદેન્દ્રિયને જાગૃત કરે એવાં હતાં. તુલાધારે આસપાસ નજર ફેરવી. હજી કોઈ પશુ, પક્ષી કે માનવી આસપાસ જાગૃત હોય એમ તેમને લાગ્યું નહિ. ભગવાનને ધરાવવાનો આ થાળ હોય તો તેમનાથી આટલો દૂર એ કેમ મુકાયો હશે એની તુલાધારને સમજ પડી નહિ. ભગવાનની સમક્ષ તુલાધાર પોતે સેવક થઈને એ થાળ મુકવા જાય, અને કોઈ ઉચ્ચ વર્ણના ભક્તની એ સામગ્રી હોય તો તે અભડાઈ જાય એમ વિચારી તેમણે થાળને સ્પર્શ કરવાનો પણ વિચાર માંડી વાળ્યો. અને થાળ એમને એમ રહેવા દઈ મીઠો મીઠો પ્રભાત રાગ ગાતા ભક્ત તુલાધાર પોતાની ઝૂંપડીએ ગયા અને ત્યાં ભગવતસ્મરણ આરંમ્ભ્યું.

થોડો સમય વીત્યો. વર્ણશ્રેષ્ઠ બ્રાહ્મણોમાંથી કોઈ કોઈ વિદ્વાન ઊઠીને પ્રાતઃસ્નાન માટે નદી ઉપર જવા માંડ્યું. સ્નાન કરીને પાછા! આવતાં સહુને માટે ખુલ્લા મંદિરવાળો માર્ગ નક્કી થઈ ચૂક્યો હતો. તુલાધાર પછી પ્રથમ સ્નાન માટે ગયેલા બ્રાહ્મણ એક સમર્થ શાસ્ત્રી હતા, અને તેમણે અનેક મુશ્કેલ પ્રસંગો શાસ્ત્રને આધારે ટાળ્યા હતા. સ્નાન કરી પાછા આવતાં પ્રખર શાસ્ત્રીની નજરે પકવાનનો થાળ પષ્યો, અને જોકે તેઓ મહાપવિત્ર ગણાતા હતા, છતાં તેમની સ્વાદેન્દ્રિય જાગૃત થઈ. થાળ કોણે મૂક્યો હશે ? શા માટે મૂક્યો હશે ? પ્રસાદ હાય તો લીધા સિવાય જવાય કેમ ? વગેરે કેટલાય વિચાર તેમના મનમાં ઝડપથી આવી ગયા, અને અંતે પ્રભુના પ્રસાદને ન્યાય આપ્યા વગર ત્યાંથી ખસવું એ પાપ છે એ શાસ્ત્રાધાર