પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




કમલનયના


બંગાળમાંથી નવાબી નાબૂદ થઈ અને કંપની સરકારનું રાજ્ય સ્થાપન થયું. મુસ્લિમોનાં કે અંગ્રેજોનાં કોઈ પણ રાજ્યને સ્થાપના કરવામાં અને સુદૃઢ કરવામાં હિન્દુઓનો ફાળો ઘણો મોટો છે. એવા હિંદુઓને દેશદ્રોહી કે કૃતઘ્ન કહેવા હોય તો ભલે આપણે કહીએ, છતાં એ સત્ય હકીકત ઇતિહાસ નોંધ્યા વગર તો ન જ રહે. બંગાળના એક શહેરમાં કંપની સરકારની સત્તા ચાલતી હતી; અને એ શહેરની મુલ્કી ફોજદારી હકૂમત ઠાકુર દેવીસિંહના હાથમાં હતી. દેવીસિંહ બાહોશ યુવાન હતો. કંપની સરકારની નવી મહેસૂલી અને બંદોબસ્તી વ્યવસ્થા સ્થિર કરવામાં એણે કંપની સરકારની દૃષ્ટિએ બહુ યશસ્વી ભાગ ભજવ્યો હતો. રાજ્યનું ઉત્પન્ન વધારે તે રાજ્યને વહાલો જ લાગે. દેવીસિંહ પણ કંપની સરકારનો એક માનીતો અમલદાર હતો. અને સરકારના માનીતા અમલદારને માગે એટલી છૂટ મળી પણ શકે છે – આજે જ નહિ, ભૂતકાળમાં પણ.

રાજદ્વારી પુરુષ બની શકે ત્યાં પ્રજાના માનીતા બનવાનો પ્રયત્ન કરવાનું ચૂકતા નથી. લોકપ્રિય થવાના વિવિધ માર્ગોમાં એક માર્ગ એ પણ છે કે લોકોમાં પોતાની ધાર્મિકતાથી જબરદસ્ત છાપ પાડવી. ટીલાટપકાંમાં અનેક દોષ ઢંકાઈ જાય છે. દેવીસિંહ યજ્ઞયાગાદિ કરતો -કરાવતો; બ્રાહ્મણોને દાન આપતો–અપાવતો; મંદિરમાં જઈ દેવ દર્શન અને પૂજા પણ કરતો, અને પ્રભાતનો અમુક ભાગ સંધ્યાવંદન માટે ખાસ અલગ રાખતો–જે સમયે સંધ્યાવંદન સાથે ઈશ્વર સ્મરણ પણ થાય અને પોતાની બહેતરી માટેના પ્રયોગો ગોઠવવાનું