પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦ : હીરાની ચમક
 


જોયું તો કમલનયના દેવીસિંહના ધડથી છુટા પડેલા મસ્તકના વાળ પકડી ઊભી ઊભી ખડખડ હસી રહી હતી. તેની પાસે જવાની કોઈની હિંમત ચાલી નહિ. કમલનયના હસી રહી. દેવીસિંહનું મસ્તક એણે થાળમાં મૂક્યું.

એ થાળમાં બીજું મસ્તક પણ હતું. જાણકારોએ જાણી લીધું કે કમલનયનાના પતિ જગન્નાથ ભટ્ટનું એ મસ્તક હતું, અને તે પ્રભાતમાં કમલનયનાને ભેટ મોક્લવામાં આવ્યું હતું. દેવીસિંહને તેના કૃત્યનો બદલો મળી ચૂક્યો હતો !

વિશાળ થાળીમાં બંને મસ્તકો મૂકી, લોહીનીગળતી કટાર હાથમાં રાખી, કમલનયના ખંડની બહાર નીકળી અને દેવીસિંહના મહેલના દરવાજા ઉપર આવીને ઊભી રહી. આશ્ચર્યસ્તબ્ધ જનતા ત્યાં ભેગી થઈ. મહેલનાં માણસો તો ત્યાં હતાં જ. એ સર્વના દેખતાં મહેલનાં પગથિયાં ઉપર ઊભી રહી કમલનયનાએ ‘જય અંબે’ની એક તીણી ચીસ પાડી અને લોહીનીગળતી કટાર તેણે પોતાના હૃદયમાં ખોસી દીધી. તેનો દેહ અમળાઈ પડ્યો. પરંતુ તે અમળાઈ પડતાં પહેલાં તેના મુખે ઉચ્ચારણ કર્યું :

‘હાકેમી એટલે ? પ્રેમહત્યા ! બ્રહ્મહત્યા ! રાજહત્યા ! અને સ્ત્રીહત્યા ! મા ! દુનિયાને સાચી હકમી આપ ! ’

આખું નગર સતીનાં દર્શને ઊપડ્યું. કમલનયના અને જગન્નાથ ભટ્ટનાં શબને પાસેના જ ચોગાનમાં સાથે બાળવામાં આવ્યાં.

એથી સહેજ દૂર દેવીસિંહના શબને પણ બાળવામાં આવ્યું. પાપભર્યા શબ પણ અગ્નિને તો ભાવે જ.

થોડે દિવસે બંને ચિતાઓને સ્થાને બે નાની દેરીઓ રચાઈ. એક દેરીમાં સતી કમલનયના અને જગન્નાથ ભદ્રના બે પાળિયા ઊભા કરવામાં આવ્યા.

બીજી દેરીમાં દેવીસિંહનો એક પથ્થરપાળિયો ઊભો કરવામાં આવ્યો.

એ બંને દેરીઓની પૂજનવિધિ આ પ્રસંગને હજી સુધી સજીવન