પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કમલ નયના : ૧૧૧
 


બનાવી રહી છે.

સતીની દેરીમાં પૂજા થાય છે, નમન થાય છે અને સ્તોત્રો ઉચ્ચારાય છે.

પરંતુ જ્યાં સુધી દેવીસિંહની દેરીમાં દેવીસિંહના પાળિયાને પૂજા કરનાર પાંચ વાર ચામડાંના પગરખાંનો પ્રહાર ન કરે, ત્યાં સુધી પૂજા ફળીભૂત થતી નથી એવી લોકવાયકા આજ પણ ચાલુ છે.

આજ પણ સતીની દેરીમાં પૂજા થાય છે અને દેવીસિંહની છત્રીમાં દેવીસિંહના પાળિયાને ભક્તોના પાંચ પાંચ જોડા પણ પડે છે.*[૧]


  1. *+બંગાળની એક દંતકથાનું વસ્તુ લઈ આ વાર્તા રચાઈ