પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬ : હીરાની ચમક
 



વિષ્ણુચિત્તને રાજાઓ અને રાજદરબારો સાથે કોઈ વિશિષ્ટ કામ હતું જ નહિ. તામિલ પ્રદેશના વિલ્લીપુર નામના સ્થળમાં આવેલા પોતાના આશ્રમમાં તે પાછા આવી ગયા. અને આશ્રમમાં નારાયણપ્રીત્યર્થે પોતાનું જીવન વ્યતીત કરતા ચાલ્યા. હજી રાજા બળદેવવર્મનના મનમાં એક શંકા રહી ગઈ હતી : જીવનમાં સર્વ કાર્યો નારાયણપ્રીત્યર્થે કેમ કરીને થાય? તે પોતે રાજવી હતો. રાજકાજમાં ચિત્ત પણ પરોવવું પડે અને ગુનેગારોને દંડ પણ દેવા પડે. આ બધું ઈશ્વરપ્રીત્યર્થે બને છે એમ કેમ કહેવાય? તેના મનનું સમાધાન ન થયું એટલે તરત એને ખ્યાલ આવ્યો : ગુરુ વિષ્ણુચિત્ત જે રીતનું જીવન વિતાવતા હોય એ રીતના જીવનમાંથી તેને પણ માર્ગ દર્શન થઈ રહેશે. એ વિશ્વાસમાંથી બળદેવવર્મનને વિષ્ણુચિત્તના આશ્રમમાં હવે જવરઅવર શરૂ કરી. આશ્રમ તો નાનકડો, સાદો, વૈભવ અને એશઆરામથી રહિત હતો. ત્યાં તો કોઈ નોકર-ચાકર હોય જ નહિ. સહુ કોઈ ભક્ત, અને સહુ કોઈ એકબીજાના નોકર-ચાકર. જેમ ભક્તિભાવ વધારે તેમ અન્યની ચાકરી વિશેષ. સહુથી મોટા આશ્રમના સેવક તો વિષ્ણચિત્ત પોતે જ. એમના આશ્રમમાં રંગનાયકી નામે એક કુમારી કન્યા ફરતી હતી. એ જ વિષ્ણુચિત્તની પરમ સેવાભાવનાનું ફળ.

એક દિવસ પ્રભુભક્તિમાં લીન શ્રી વિષ્ણુચિત્ત ભગવાનની પુષ્પમાળા બનાવવા પોતાની નાનકડી વાડીમાં પુષ્પ વીણતા હતા, અને એકાએક તુલસીક્યારામાં તરતની જન્મેલી એક બાળકી પડેલી તેમણે નિહાળી. ભગવાનની આપેલી આ બાળકી કઈ ન્યાતની હતી, કઈ જાતની હતી, કોની હતી, કાયદેસર જન્મેલી હતી કે બિનકાયદે, એ કશાનો વિચાર કર્યા વગર તેમણે બાળકીને પણ નારાયણ અર્પણ કરી અને તેને નારાયણની જ પ્રસાદી માની તેમણે ઉછેરવા માંડી. આશ્રમમાં કોઈ સ્ત્રી તો હતી નહિ, છતાં વિષ્ણુચિત્તે પ્રભુઆશ્રયે આ બાલિકાનો