પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮ : હીરાની ચમક
 

 સાથે વાતો કરવી હોય, વિષ્ણુચિત્તે રંગનાયકીની આખી રમતસૃષ્ટિ પ્રભુમય બનાવી દીધી. પ્રભુ ગેડીદડા પણ રમતા, ગાયો ચરાવતા વાંસળી વગાડતા, કદંબના વૃક્ષ ઉપર ચઢતા... અને એક વખત તેમણે માટી પણ ખાવા માંડી. અને જસોદા માતાએ તેમને ધમકાવ્યાં એટલે માટીના અણુમાં પ્રભુએ આખું બ્રહ્માંડ દેખાડ્યું ! વૃક્ષે વૃક્ષે રંગનાયકીને બાળપણથી જ યમલાર્જુન અને તેમના તારક કૃષ્ણ દેખાવા લાગ્યા. આમ તેની રમત પણ વિષ્ણુચિંત્તના પરિચયમાં પ્રભુમય બની ગઈ.

અને પછી તો જેમ જેમ તેનો દેહવિકાસ અને મનવિકાસ થવા માંડ્યો તેમ તેમ તેના મનમાં પ્રભુ પ્રત્યે ગોપીભાવ ઉત્પન્ન થવા માંડ્યો. અને માનવ પુરુષો પ્રત્યે આકર્ષાવાને બદલે મંદિરમાં બિરાજતા કૃષ્ણ—કહો કે રંગનાયકીના હૃદયમાં બિરાજતા કૃષ્ણપ્રત્યે તેણે પતિભાવ વિકસાવ્યા. પોતાના દેહ પ્રત્યે એ વારંવાર જોતી, આયનામાં નિહાળતી, અને પોતે સાક્ષાત્ કૃષ્ણની પત્નીની પાત્રતા મેળવી શકી છે કે કેમ તે જોયા કરતી હતી. બગીચામાં ખૂબ સુંદર પુષ્પ ખીલી રહ્યાં. પ્રભુ માટે રંગનાયકી નિત્ય માળા ગૂંથતી. આજ તેને જ એ માળા પહેરવાનું મન થયું. તેણે વિચાર કર્યો કે આ માળા પહેરી હું પ્રભુ સામે ઊભી રહું તો હું પ્રભુની પ્રસન્નતા મેળવી શકું. માળા પહેરી પ્રભુ સામે ઊભી પણ રહી. અને મંદિરના પૂજારીએ જ્યારે તેને નિત્યક્રમ અનુસાર માળા લાવવા કહ્યું ત્યારે તેણે પોતાના ગળામાંની જ માળા કાઢી પૂજારીના હાથમાં મૂકી દીધી.

‘કોઈની ઊતરેલી માળા પ્રભુને આમ પહેરાવાય?’ પૂજારીએ રંગનાયકીને જરા કૃદ્ધ થઈને કહ્યું. અને વિષ્ણુચિત્તે પણ એ વાર્તાલાપ સાંભળ્યો, પુત્રીને પ્રભુપૂજાનું મહત્ત્વ સમજાવ્યું અને તાજાં પુષ્પની નવી માળા તેમણે પ્રભુને અર્પણ કરી. પરંતુ પ્રભુને એ તાજાં પુષ્પની માળા ચઢાવતાં જ આખી માળા કરમાઈ ગઈ અને આખું ભક્તમંડળ વિચારમાં પડી ગયું. અંતે વિષ્ણુચિત્તે પુત્રીને પૂછ્યું :