પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪ : હીરાની ચમક
 



ખ્યાલ ન હતો. પાવડા ત્રીકમના ભૂમિપ્રહાર કોઈ કોઈ વાર પગપ્રહાર પણ બની જતા અને તેમની હથેલીઓમાં છાલાં પડી સુકાઈ જઈ તેમાંથી આંટણપણ ઊપસી આવ્યાં. પરંતુ પ્રભુની પુષ્પસેવા સ્વપ્રયત્નથી કરવા ઉત્સુક બનેલા વિપ્ર નારાયણને આ કાળી મજુરીમાં ખૂબ જ આનંદ આવવા લાગ્યો. જમીન તૈયાર થશે, એમાં ફૂલછોડ રોપાશે, સુંદર ફૂલનો હાર આવશે અને એમાંથી પ્રભુને ફૂલના શણગાર હિંડોળા અને શૈય્યા થશે – એ કલ્પનામાં જ વિપ્ર નારાયણને આનંદ આનંદ થઈ રહ્યો. અને ઉત્કટ આવેગમાં તેમની સેવા પ્રત્યે કૃપાભર્યું સ્મિત કરતા પ્રભુ પણ સ્વપ્નમાં ઘણુંખરું દેખાવા લાગ્યા. ભક્તને બીજું શું જોઈએ ? એકાદ વર્ષ વીત્યું નહિ હોય એટલામાં તો મંદિરની આસપાસ વિપ્ર નારાયણનો રચેલો બગીચો તૈયાર થઈ ગયો, અને પ્રભુને એ જ બગીચાનાં પુષ્પોમાંથી અનેકાને પ્રકારના શણગારો રચાવા લાગ્યા, પુષ્પના વાઘા પણ તૈયાર થવા લાગ્યા, પુષ્પશૈય્યાની રચનાઓ રચાવા લાગી, અને લગભગ આખું મંદિર પુષ્પની વિવિધ કલા-આકૃતિઓથી પુષ્પમંદિર જ બની ગયું ! પુષ્પના વિવિધ રંગની પાંદડીઓમાંથી સભામંડપમાં, ચોકમાં અને મંદિરના આંગણમાં અનેકાનેક પુષ્પ સાથિયાઓ પણ પુરાવા લાગ્યા, અને મંદિર આખું પુષ્પનું સ્વર્ગ જાણે બની ગયું હોય એવી રચના થઈ રહી. અને વિપ્ર નારાયણની ભક્તિની સુવાસ સમી પુષ્પસુવાસ મંદિરની આસપાસ ગાઉ સુધી પ્રસરી રહી.

પ્રાચીન દેવમંદિરો એટલે ભક્તિનાં અને શ્રદ્ધાનાં ધામ. ભક્તિ અને શ્રદ્ધાની કક્ષા ભલે પાર્થિવ હોય, પથ્થરની મૂર્તિની આસપાસ એ કેન્દ્રિત થયેલી હોય, છતાં પાર્થિવતા સદાસર્વદા સૂક્ષ્મતાની પ્રતીક બની જાય છે. બ્રહ્માંડવ્યાપી પ્રભુને ઓળખવાનું, એને મળવાનું, એને પ્રાપ્ત કરવાનું પગથિયું એ મૂર્તિ. મૂર્તિ પ્રત્યે હૃદય જેટલા ઉત્કટ ભાવો અનુભવો એટલા ભાવ સૂક્ષ્મ પ્રભુને સ્પર્શ્યા વગર રહે નહિ, પછી ભલે કોઈ યુગને એમાં અંધશ્રદ્ધાનું દર્શન થાય. પ્રાચીન મંદિરોમાં