પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભક્તિ કે પ્રભુકૃપા ? : ૧૪૫
 


જેમ પ્રભુની મૂર્તિને શણગાર થતા તેમ પ્રભુને પ્રસાદ પણ ધરાવાતો, અને પ્રભુને રીઝવવા માટે ગીતનૃત્ય પણ થતાં. એટલું જ નહિ પરંતુ જેમ પુષ્પાર્પણમાં વિપ્રનારાયણે સર્વાપણ ભક્તિ નિહાળી તે પ્રમાણે ગીતનૃત્યના અર્પણમાં કેટલીક સ્ત્રીઓ પ્રભુભક્તિની અંતિમ કક્ષા નિહાળતી. ભક્તિના આવેશમાં કેટલીક કલાધારીઓ પોતાનાં આખા જીવનને પણ મંદિરાર્પણ કરી દેતી. અલબત્ત, બધા જ ભક્તિઆવેશ પરિપૂર્ણ હોતા નથી, અને સ્ખલન સહુના જીવન સાથે જેમ જડાયેલું હોય છે તેમ ભક્તોના જીવન સાથે પણ જડાયેલું હોય તો તેમાં નવાઈ ન કહેવાય. દેવદાસીનો આવા અર્પણમાંથી ઉત્પન્ન થયેલો પ્રકાર આજ ભલે અશુદ્ધ બની વગોવાયો હોય અને તે નાબૂદ પણ ભલે થાય; છતાં ભક્તિમાર્ગે સાચાં સ્ત્રીજીવન સમર્પણ પણ જોયાં નથી એમ ગોદામ્બા તથા મીરાંબાઈના દૃષ્ટાંત ઉપરથી કોઈ ભાગ્યે જ એ કહી શકશે.

આજ દેવમંદિરમાં બે નર્તકીઓએ પોતાનાં ગીતનૃત્યને સમર્પણ કર્યું હતું. બંને હતી બહેનો. એકનું નામ દેવદેવી અને બીજીનું નામ રૂપદેવી. ગીતનૃત્યનો તે ધંધો કરે અને સવારસાંજ આ મંદિરમાં આવી પ્રભુમૂર્તિ સામે ગીત-નૃત્ય કરી ભક્તિનું પુણ્ય પણ હાંસલ કરે. દેવદેવી અને રૂપદેવીની કીર્તિ ચારે પાસ ફેલાઈ ચૂકી હતી. દેશદેશાંતરના રાજાઓ અને ધનિકો બંને બહેનોના રૂપની કીર્તિ સાંભળી આ નગરમાં આવે અને મોહિત થઈ પાછા જાય. બંને બહેનોને એક પણ હતું : દિવસમાં બે વાર દેવમંદિરમાં કલાનું સમર્પણ કર્યા સિવાય પોતાની કલાનો વિક્રય કરવો નહિ. આટલી પ્રતિજ્ઞા બંને બહેનો પાળી રહી હતી. વિપ્ર નારાયણ પ્રભુને માટે પુષ્પના શણગાર રચતા બેઠા હોય, દેવદેવી અને રૂપાદેવીનાં પ્રભુને પાસે નૃત્યગીત થાય, વિપ્ર નારાયણ તે સાંભળી પ્રફુલ્લિત બને, પરંતુ પ્રભુને અર્પણ થયેલાં ગીતનૃત્યને આકાર આપનારી સુંદરીઓનાં મુખ અને દેહ કેવાં છે એ જોવાની તેમને નવરાશ ન હોય ! કર્ણ કર્ણનું કામ કરે પરંતુ તેમનાં ચક્ષુ તો ફૂલશણગાર ગૂંથવામાં અને પ્રભુની સામે