પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨ : હીરાની ચમક
 

 પતનના લાંબા વર્ણનની જરૂર ન જ હોય. પ્રભુ પતનને પણ જીવનની ચઢઊતરનાં પગથિયાં બનાવે છે. અને પાપનાં પાતાળ દેખાડીને પણ પ્રભુ માનવીનો ઉદ્ધાર જ કરે છે ! નીચે અને નીચે ઊતરતા જતા વિપ્ર નારાયણને અંતે એક દિવસે પતનનું અટકસ્થાન મળ્યું. તેમની સંપત્તિનું જે દિવસે તળિયું દેખાયું તે દિવસે અનેક પ્રસંગોને વિસારી દેવદેવીએ વિપ્ર નારાયણને પોતાના આવાસમાંથી જરા ય શરમ રાખ્યા સિવાય બહાર ધકેલી મૂક્યા.

વિપ્ર નારાયણને હવે પ્રભુનું મંદિર સાંભર્યું, પરંતુ પ્રભુ સન્મુખ જતાં તેમના પગ ઊપડ્યા નહિ. જે પ્રભુ સામેથી તેમની આંખ ખસતી ન હતી એ પ્રભુ સામે દેવદેવીમાં રચીપચી રહેલી આંખ હવે કેમ કરીને જોઈ શકે ? સંપત્તિ તો હવે રહી ન હતી; વિદ્વત્તાનો દુનિયાને ખપ ન હતો. અને ભક્ત તરીકેની તેમની કીર્તિ ક્યારની યે કલંકિત થઈ ચૂકી હતી. તેઓ ક્યાં જાય ? ક્યાં બેસે ? ક્યાં સૂએ ? ક્યાં જમે ? અને કોણ જમાડે ? મહાન ભક્ત પતન થતાં ભિખારીની સ્થિતિએ આવી પડ્યા. એક વૃક્ષ નીચે પથ્થરની છાટ પડેલી હતી. તેને હાથ વડે સાફ કરી વિપ્ર નારાયણ પોતાની પરિસ્થિતિનો વિચાર કરતા આડા પડ્યા. રાત્રિ વધતી હતી છતાં નિદ્રા આવતી ન હતી. જીવનમાં અનેક નાટકો અર્ધ જાગૃત અવસ્થામાં નિહાળતા વિપ્ર નારાયણને કોઈ માણસે આવી ઢંઢોળ્યા અને જાગૃત કર્યા. જાગૃત કરી તે માણસે વિપ્ર નારાયણને કહ્યું :

‘ચાલો ચાલો, જલદી ચાલો. દેવદેવી તમને બોલાવી રહી છે, અને તમારી સ્મૃતિમાં તેણે નિદ્રા પણ ગુમાવી છે;’

‘મશ્કરી ન કરો, મહાકાય ! હું ત્યાંથી જ ધકેલાઈને અહીં આવ્યો છું. હવે તો પગ લઈ જાય ત્યાં જ જવું છે.’ વિપ્ર નારાયણે જવાબ આપ્યો.

‘દેવદેવી હૃદયહીન છે એમ ન માનશો. એ કુલીન છે, પ્રેમાળ