પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દૂધમાંથી અમૃત :૧૬૧
 

 એના અભ્યાસનું પણું હાર્દ શિવ, એના પૂજનનું પણ હાર્દ શિવ, અને એના તપ ધ્યાનનું હાર્દ પણ શિવ. વ્યાધ્રપાદના–પિતાના આશ્રમમાં હવે એને જરૂરી એકાંત મળનું ન હોય એમ લાગ્યું. કારણ જેમ જેમ તેનું વય વધતું ગયું તેમ તેમ શિવતત્વને મેળવવાની તેની તાલાવેલી પણ વધતી ચાલી. જે દિવસો જતા હતા તેમાં શિવના ધ્યાનનો વ્યાપાર વધતો જતો હતો, અને પિતાના આશ્રમનું એકાંત પૂરતું ન હોવાથી પાસેના હિમાલયના અરણ્યમાં જઈ ઉપમન્યુએ શિવપૂજન અને શિવતપ આદર્યું.

અરણ્ય સદા સર્વદા સાત્ત્વિક જ હોતાં નથી. આસપાસ હિંસક પ્રાણીઓ પણ હોય, ઝેરી જંતુઓ પણ ફરતાં હોય, અને પ્રેત જેવાં, પિશાચ જેવાં અસંસ્કૃત માનવીઓ પણ ત્યાં વસતાં હોય. પાર્થિવેશ્વર બનાવવા ખાતર માટી ચૂંથતો, અને કાંઈ પણ કામકાજ કર્યા વગર પદ્માસનવાળી, આંખ મીંચી, આળસમાં સમય ગાળતો આળસુ માનવી એ વનમાનવીઓને તો વિચિત્ર જ લાગે, એટલે તેમણે તેને વનમાંથી હાંકી કાઢવા અને તેને ધ્યાનભંગ કરવા બની શકતા બધા પ્રયાસો કર્યા. પરંતુ શિવતત્વની ઉપાસનામાં પડેલા ઉપમન્યુમાં ન હતો ભય કે ન હતો ક્રોધ. સર્વનું કલ્યાણ ઈચ્છતા ઉપમન્યુના વાતાવરણમાં ધીમે ધીમે હિંસક પ્રાણીઓ હિંસા પણ ભૂલ્યાં અને વનમાનવો ધીમે ધીમે આર્યઋષિમુનિઓને માર્ગે ડગ ભરવા લાગ્યા. કહે છે કે પિશાચ જતિનો એક આગેવાન મરીચિ ઉપમન્યુની અસર નીચે એક મહા તપસ્વી પણ બની ગયો.

આ જાતનું તપ, આ સંતનું પૂજન, આ જાતની સાત્ત્વિક ચર્ચા, છતાં શિવનાં પ્રત્યક્ષ દર્શન હજી ઉપમન્યુને થયાં નહિ. શિવનું કલ્યાણ સ્વરૂપ ભલે વ્યાપક હોય, પરંતુ એને તો એક વખત એ સર્વ વ્યાપી તત્ત્વના અર્ક સરખાં શંકર-પાર્વતીને હાજરાહજૂર નિહાળવાં હતાં. પ્રભુના સર્વવ્યાપીપણાનો ભલે તેને ખ્યાલ આવ્યો હોય, એનું તેને ઠીક ઠીક ભાન પણ થયું હોય, છતાં એ વ્યાપક તત્વના વાણાતાણા અતિશય ઢીલા લાગતા હતા, અને ઘણી વાર