પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દૂધમાંથી અમૃત : ૧૬૫
 

 તેને કહ્યું,

‘પ્રભો ! આપનાં દર્શન પછી કોઈને પણ માગવાપણું રહે જ શું? કલ્યાણતત્વની સાક્ષાત મૂર્તિ મારી આંખમાં વસી ગઈ એ કદી ભૂસાય નહિ એ જ વરદાન મારું હોઈ શકે.’ ઉપમન્યુએ અત્યંત ભાવપૂર્વક વરદાન માગ્યું.

‘એ વર માગ્યું ન કહેવાય. મારું દર્શન થાય એ તો સદા ય તારી આંખમાં કાયમ રહેવાનું જ. એ તારા તપનું ફળ છે. હવે મારી પ્રસન્નતાના ફળરૂપ કંઈ પણ ઈપ્સિત તું માગી લે.’ શંકરે કૃપાભર્યાં વચનો ભક્તને કહ્યાં.

‘હવે મારે કાંઈ પણ ઈપ્સિત રહ્યું જ નથી. છેલ્લો પુરુષાર્થ મને સાધ્ય થઈ ગયો. હવે માગવાનું કાંઈ બાકી રહેતું નથી.’ ઉપમન્યુએ કહ્યું. અને શંકર-પાર્વતીને નમન કરતો તે ઊભો રહ્યો. માતા પાર્વતીના મુખ ઉપર સ્મિત ફેલાયું, અને તેમની વીણા સરખી વાણી ઉપમન્યુએ સાંભળી :

‘ઉપમન્યુ ! તને યાદ છે તેં શી ઇચ્છાથી શંકરનું તપ આદર્યું હતું તે?’

ઉપમન્યુને પોતાનું બાળપણ યાદ આવ્યું, માતા પાસે દૂધ માગેલું હતું તે યાદ આવ્યું, અને તે ન મળતાં બાળચેષ્ટામાં પરંતુ એક તપસ્વીના દૃઢ નિશ્ચયથી તેણે શંકરની આરાધના કરી હતી તે સાંભર્યું. ઉપમન્યુ એ બાલવાંછનાની સ્મૃતિથી સહેજ લજ્જિત થયો, અને તેણે સંકોચપૂર્વક કહ્યું :

‘જગતજનની ! એ બાલચેષ્ટા યાદ કરી હું સંકોચ પામું છું. આપનાં દર્શનમાં મને દૂધ જ નહિ પરંતુ અમૃત મળી ચૂક્યું છે. હવે તેની તૃષ્ણા રહી જ નથી.’

‘પરંતુ હું તારે માટે મારે હાથે જ તૈયાર કરેલું દૂધ લાવી છું. અને મારે હાથે જ એ હું તને પાવાની છું. આવ મારી સમક્ષ, અને આ દૂધનો કટોરો હું પાઉં તેમ પી જા !’ પાર્વતીએ કહ્યું. શંકરના દર્શનથી જે હર્ષાશ્રુ તેની આંખમાં નહોતાં આવ્યાં તે