પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રૂપનો ઈજારદાર : ૧૭૭
 

અને માધવી તેને જ્યાં સુધી આમ કહેતી ત્યાં સુધી એને એ સ્વાભાવિક લાગતું. પરંતુ કદી કદી આમંત્રણ આપનારાઓ પણ તેને કહેતા :

‘આપને તો અનેક વ્યવસાયો હોય એટલે આપ ના પાડો એ સમજી શકાય; પરંતુ માધવીબહેનને તો આપ જરૂર મોકલો.’

અને માધવીને વિશેષ કામ ન હોવાથી તે જતી પણ ખરી.

કોણ જાણે કેમ, પરંતુ માધવી પોતાને મૂકી એકલી જાય એ શરદને ગોઠ્યું નહિ. એક વસ્તુ ન ગોઠતા અનેક વસ્તુઓ અણગોઠતી બની જાય છે. રસ્તે જતા લોકો પોતાના કરતાં માધવી સામે વધારે નજર કરે છે, ઓળખીતાઓ પણ શરદ કરતાં માધવીને મળવામાં વધારે રાજી હોય છે, પોતાની આસપાસનાં ટોળાં કરતાં માધવીની આસપાસ મિત્રમંડળનું ટોળું વધારે પ્રમાણમાં જામી જાય છે. અને ઘણી વાર તો શરદને બાજુએ મૂકી, શરદને વેગળો રાખી, માધવી સાથે વધારે પ્રમાણમાં ચબરાકીભરી હસી- ટીખળ થાય છે. આમ તેને ધીમે ધીમે લાગવા માંડ્યું; અને એક દિવસ તો આવા કોઈ પ્રસંગે તેના મનમાં માધવીનું પોતાની માલિકીનું રૂપ બીજાઓની દૃષ્ટિએ પડીને સાર્વત્રિક બની જાય છે એમ પણ હૃદયખટકા સાથે તેને લાગી આવ્યું. તે જ ક્ષણથી તેને ઈશ્વરે, સમાજે અને લગ્ને આપેલું માધવીનું રૂપ, આનંદ અને સુખ આપવાને બદલે ક્લેશ અને દુઃખ આપતું બની ગયું.

આજ સુધી શરદ પોતાની પત્નીનું રૂપ નિહાળતો હતો, ધારી ધારીને નિહાળતો હતો અને પોતાને ભાગ્યશાળી માનતો હતો. આજથી તેને એ રૂપ માટે ચટપટી ઉત્પન્ન થવા માંડી. જે રૂપ તેનું એકલાનું હતું, એકલાની માલિકીનું હતું, તે ઉપર જાપ્તો અને પહેરો મૂકવાની જાણે જરૂર ઉત્પન્ન થઈ ન હોય એમ શરદને લાગવા માંડ્યું ! માધવી પત્ની શરદની અને એના મિત્રો એ પત્નીના રૂપ સામે શા માટે જુએ ? લગ્ને માધવીનો હાથ શરદને આપ્યો હતો એ હાથને એના