પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮ : હીરાની ચમક
 


ઓળખીતાઓ પકડી હસ્તધૂનન શા માટે કરે ? એના કરતાં એવી પાર્ટીઓમાં ન જવું એ શું વધારે સારું નથી ? ક્લબમાં જઈને બેડમિન્ટન રમે કે પત્તાં રમે. અને એ રમતમાં તે બેહોશી બતાવે અને ચબરાકીભરી વાતો કરે ! એની સારી રમતને લોકો તાળીઓથી વધાવે  ! અને કદી કદી ‘ડ્રીન્કસ’ ને બહાને માધવીને પોતાનાથી છૂટી પડીને તેઓ હસે અને માધવીને હસાવે ! માધવી હસતી ત્યારે તે હતી તેના કરતાં પણ વધારે રૂપાળી લાગતી હતી. પરંતુ તેને હસાવવાનો સાચો અધિકાર તો શરદને જ હોય ને? પત્તાં કે બેડ મિન્ટન રમવામાં તેના જીવનભરના ભાગીદારને બાજુએ મૂકી તે તત્કાલીન અને કામચલાઉ ભાગીદારોને કેવી રીતે પસંદ કરી શકે ? ચોવીશ કલાકના શરદના હક્કમાંથી કેટલા કલાકની આ ચોરી અને લૂંટ ચાલતી હશે? શરદનો આનંદ ઓસરતો ચાલ્યો અને સાથે સાથે તે દિવસે દિવસે ચીડીઓ થતો ચાલ્યો. એક દિવસ તો માધવીએ જ શરદને પૂછ્યું :

‘શરદ ! તારા મુખ ઉપર કેમ આમ ગ્લાનિનો દેખાવ દેખાય છે?’

‘કાંઈ નહિ, અમસ્તો’ જરા તોછડાઈથી શરદે જવાબ આપ્યો.

‘તારી તબિયત સારી લાગતી નથી. ચાલ, આપણે ડોક્ટરને ત્યાં જઈ આવીએ.’ માધવીએ કહ્યું.

‘ડૉક્ટરને ત્યાં જવાની શી જરૂર છે ? એ તો અહીં રોજ આવે છે. એક વાર નહિ, બે વાર.’

‘આવે પણ ખરા. આપણે એ માટે પૈસા આપીએ છીએ.’

‘આપણી શરતમાં એક વાર આવવાનું બંધન છે, બે વાર નહિ.’

‘એટલો એ સારો માણસ !... એક ને બદલે બે વાર આવે છે તે.’

‘ઘણો સારો માણસ !... તને સમજ પડતી નથી એ શા માટે બે વાર આવે છે તે ?’

‘મને શી સમજ પડે ?’

‘તને જોવાને, તારી સાથે વાતચીત કરવાને, અને તારો હાથ