પૃષ્ઠ:Hira ni chamak.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રામશિક્ષકનું એક ગૌરવ : ૧૩
 

 બીજા ખાટલા ઉપર બેસી ગુરુ અને શિષ્યની ચર્ચા જોયા કરતા યુવાનના મુખ ઉપર સ્મિત રમી રહ્યું. અને જયાના મુખ ઉપર પણ સ્મિત રમી રહ્યું. જયાના મસ્તક ઉપરથી ક્યારની યે સાડી નીકળી ગઈ હતી. વર્તમાન યુગની યુવતીઓને માથાઢાંકણની પરવા પણ હોતી નથી. પરંતુ ગિરિજાશંકર માસ્તરનો આ પ્રશ્ન સાંભળી સ્મિત સહ શરમાઈને જયાએ સાડી વડે મસ્તક સહજ ઢાંક્યું અને કહ્યું :

‘જેનું હિંદુ સંસારમાં નામ ન દેવાય તે !’

‘લુચ્ચી કહીંની ! તારું પોકળ ફોડી દઉં?’ ગિરિજાશંકર માસ્તરે હસતાં હસતાં જયાને કહ્યું.

‘બધી વાત મેં જ એમને કહી દીધી છે. બન્નેનાં જીવન સુખી કરનાર મહાપુરુષને જોવા માટે એ મારી સાથે જ આવ્યા છે... ઊભો થા, જય ! અને મારા ગુરુને પગે લાગ !’

પત્નીઆધીન પતિ ઊભો થયો અને ગિરિજાશંકર માસ્તરને પગે લાગ્યો. ક્ષણભર ગિરિજાશંકરને પણ વિચાર આવ્યો કે તેમની શિષ્યાએ આવા ભણેલાગણેલા ધનિક પતિને શું આવો મારેલ કરી મૂક્યો હશે? તેઓ આ વિચારે સહજ હસ્યા પણ ખરા. પરંતુ તેમને મારેલ લાગેલા પતિએ જ્યારે વાતચીત કરી ત્યારે તેમનો વિચાર બદલાઈ ગયો. તેમને હવે પણ યાદ આવ્યું કે જડી જોવા ગામડિયા નામની સ્ત્રીના પતિનું નામ સુધરેલું જ્યન્ત હતું અને એને જ એ જડી જયા બનીને જય તરીકે સંબોધતી હતી.

‘માસ્તર સાહેબ ! હું આ મોટરકાર અહીં મૂકી જાઉં છું. પાસેના શહેરમાં જ આવ્યો છું. મારે પણ મારા બાપદાદાનું ઘર જોવું હતું. આપને ઠીક પડે ત્યારે આપ બે દિવસે, ચાર દિવસે, બધાને લઈને મારે ગામ આવો અને પછી જયા સાથે આપણે આસપાસનાં બધાં જ જાત્રાનાં ધામ જોઈ લઈએ. આપ નહિ આવો ત્યાં સુધી અમારી જાત્રા શરૂ નહિ થાય. મારાં માતાપિતા પણ એ માટે સાથે જ આવ્યાં છે.' જયન્તે કહ્યું.