પૃષ્ઠ:Hira ni chamak.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાચી અર્ધાંગના : ૩૧
 

 પુરાણો તો કહે છે કે એ લગ્નમાં ઋષિમુનિઓ અને બ્રહ્મવાદિનીઓ તો આવે પરંતુ બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર અને ઇન્દ્ર પણ સજોડે પધાર્યા અને વસિષ્ઠના ગૃહસ્થાશ્રમ પ્રવેશ ઉપર આશીર્વાદ વર્ષાવ્યા. આખા ગૃહસ્થાશ્રમને દેવોએ બિરદાવ્યો.

સમય જાય છે, કાળ વહી જાય છે, યૌવનની ઊર્મિઓ શાંત પડી જાય છે અને ગૃહસ્થાશ્રમનાં કેટલાંક વર્ષો વીતતાં સામાન્ય ગૃહસ્થાશ્રમીઓમાં પરસ્પર ઉદાસીનતા પણ કદાચ આવી જાય છે. પરંતુ વસિષ્ઠ અને અરુંધતીના ગૃહસ્થાશ્રમમાં શાંતિનો પટ ભલે ફેલાયો હોય, પરંતુ પરસ્પરનાં સંબંધમાં તલપૂર પણ ઉદાસીનતા આવી ન હતી. ગૃહસ્થાશ્રમના ભોગ પણ યોગ બની જાય છે – જો માનવી समस्वं योग उच्यते ગીતાવાક્ય ધ્યાનમાં રાખે તો ! અને વસિષ્ઠ ને અરુંધતીનો ગૃહસ્થાશ્રમ પણ સાચોસાચ યોગની એક ભૂમિકા બની રહ્યો.

વસિષ્ઠે જોતજોતામાં બ્રહ્મર્ષિપદ પ્રાપ્ત કર્યું અને અરુંધતીએ બ્રહ્મવાદિનીનું પદ પ્રાપ્ત કર્યું.

બ્રહ્મર્ષિઓમાંથી પણ ઊંચી ભૂમિકાએ પહોંચાડનારું સપ્તર્ષિનું એક પદ છે. છ સપ્તર્ષિઓ દેવમંડળ અને ઋષિમંડળને મળી ચૂક્યા અને સાતમા ઋષિ માટે વસિષ્ઠ પણ નિયુક્ત થઈ ચૂક્યા. પરંતુ આર્યસંસ્કૃતિએ કદી ન અનુભવેલો એક ભવ્ય સાંસ્કૃતિક ઊહાપોહ વસિષ્ઠના પદને માટે ઊભો થયો. અરુંધતી સદા વસિષ્ઠસમોવડી નીવડી હતી, અને વસિષ્ઠ પત્નીનું સમોવડિયું સ્થાન જીવનભર સવીકારી લીધું હતું. સપ્તર્ષિપદે વસિષ્ઠને સ્થાપન કરવાનો પ્રશ્ન ઊભો થતાં તેમણે આખા ઋષિસમાજને અને દેવસમાજને પણ કહી દીધું કે વસિષ્ઠ એકલો જીવતો નથી, વસિષ્ઠ અરુંધતી સાથે સહજીવન જીવે છે; વસિષ્ઠના બ્રહ્મર્ષિપદમાં અરુંધતીનું ચોખ્ખું અર્ધું સ્થાન છે. સપ્તર્ષિપદ પણ વસિષ્ઠ ત્યારે જ સ્વીકારી શકે, જ્યારે વસિષ્ઠની જોડાજોડ અરુંધતીનું સ્થાન હોય.

અને અનેક વાદવિવાદો, ચર્ચાઓ અને ઝઘડાઓને અંતે સપ્તર્ષિમંડળમાં