પૃષ્ઠ:Hira ni chamak.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨ : હીરાની ચમક
 


વસિષ્ઠની જોડે, અરુંધતીને પણ સ્થાન મળ્યું, અને એક સ્ત્રી પુરૂષસમોવડી પુરવાર થઈ. આજ સપ્તર્ષિનું નક્ષત્ર પણ એ કથાની સાબિતી આપતું નિત્ય ચળકે છે. સપ્તર્ષિઓમાં વસિષ્ઠના તારાની સાથે અરુંધતી પણ પોતાનો સૌભાગ્યચંદ્ર ચમકાવતી આજ પણ દેખાશે.

અરુંધતી એટલે જ ધર્મ, વિકાસ, પ્રગતિને કદી ન રોધતી સ્ત્રી-પુરુષની એ સાચી અર્ધાંગના – પુરુષ જેટલી જ મહત્ત્વની – સંસ્કારમાં પ્રેમમાં, પ્રતિષ્ઠામાં અને તપમાં.