પૃષ્ઠ:Hira ni chamak.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલ્યાણી : ૫૩
 


હતી એમ હજી તેને ચીવટાઈથી લાગતું ન હતું. કુરૂપ બનતો દેહ તિરસ્કારાતો હતો, જ્યારે એ દેહમાં વસેલો જીવ આનંદપ્રમોદનાં સ્થળોએ રખડતો હતો.

સાર્વજનિક તિરસ્કાર પામતા પતિની પત્નીને પણ એ તિરસ્કારમાં ભાગ લેવો પડે છે. કલ્યાણીને પોતાનો તિરસ્કાર થાય એમાં કાંઈ હરકત લાગતી નહિ, પરંતુ એના પ્રત્યેની સહાનુભૂતિમાં એને પતિનો તિરસ્કાર થતો એ એને જરા પણ ગોઠતું નહિ. કદી કદી એની સખીઓ પૂછતી :

‘કલ્યાણી ! કેમ છે ઘરમાં હવે ?’

‘હવે ઠીક થતું જાય છે, વૈદ્યરાજ સાચા ધન્વંતરિ છે.’ કલ્યાણી જવાબ આપતી.

‘તારા મોંમાં ગોળ, બાઈ ! પણ જરા સારું થતાં તારો વર પાછો ભટકવે ન ચઢે એ જોતી રહેજે.’ સખીની સલાહ મળતી. અને એ સલાહ સાચી હોવા છતાં તેના પતિભક્ત હૃદયને પ્રજાળી મૂકતી. આવી સલાહો વધવા માંડી અને જનતા વચ્ચે જીવવું એને અતિશય દોહ્યલું થઈ ગયું ત્યારે તેણે એક યુક્તિ કરી. નગરની બહાર, એકાત સ્થળે શંકરનું એક મંદિર આવ્યું હતું. અને એ મંદિરની ધર્મશાળામાં કૌશિકના રોગના ઈલાજ કરનાર વૈદ્યરાજ રહેતા હતા. એ ધર્મશાળાની પાસે ઝૂંપડી બાંધી આઠે પ્રહર વૈદ્યની નજર નીચે રહેવાય તો ઈલાજનું પરિણામ વધારે અસરકારક આવે એવી તેણે પતિને વિનંતી કરી. રોગ વહેલો મટે એને પાછી જૂની રંગરાગ દુનિયા તેને મળે એવી પત્નીની સર્વવિનંતી સ્વીકારવાને માટે પતિ તૈયાર હતો. કલ્યાણીએ ધર્મશાળાથી થોડે એક ઝૂંપડી બાંધી, થોડો ઘરવખરી ભેગી કરી, અને આખો દિવસ અને રાત પતિને પાટાપિંડી બાંધવામાં, કાષ્ટમૂળ ઘસીઘસીને ચોપડવામાં, માટીચંદનના લેપ કરવામાં તેણે ગાળવા માંડ્યાં. રોગ તો ઘટવાને બદલે વધતો જતો હતો. કૌશિકના હાથપગ નિરુપયોગી બનવા લાગ્યા હતા, અને કલ્યાણીના ટેકા વગર હાલવું — ચાલવું પણ કૌશિક માટે મુશ્કેલ થઈ