પૃષ્ઠ:Hira ni chamak.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારો એકનો એક આશ્રય : ૬૭
 


એ જુદા ચોપડા રાખવામાં તમારું પ્રામાણિકપણું વચ્ચે લાવો કે નહિ?’

‘એ તો સાહેબ ! સ્વાભાવિક છે, માટે જ તો મેં મારી પ્રામાણિકતા પર ભાર મૂક્યો છે.’ મેં કહ્યું.

મને લાગ્યું કે આ મેનેજર મારા પ્રામાણિકપણાની કસોટી કરવા મરે ગૂંચવી રહ્યા છે એટલે મારે જરા પણ ગૂંચવાયા વગર, મારા પ્રામાણિકપણા ઉપર મુસ્તાક રહીને, તેના પર છાપ પાડવી જ જોઈએ. પણ તેના પર છાપ પડવાને બદલે અવળું જ થયું. તેણે મને કહ્યું : ‘તમે ઘણા સારા માણસ છો એથી હું બહુ ખુશ થયો. પણ પ્રામાણિકપણાનો ભાર જરા હળવો થાય તે પછી તમે મારી પાસે આવજો. હું તે વખતે વિચાર કરીશ.’

આનો અર્થ એ થયો કે આ બંને મહાન પેઢીઓને મારા પ્રામાણિકપણાની જરૂર ન હતી. જાહેરાતમાં પ્રામાણિક કામ કરનાર માગ્યા હતા. મને સમજ ન પડી કે આ પેઢીઓને કેવા પ્રકારના પ્રામાણિક માણસો જોઈએ છે. આવા અનુભવ મને થયે જ ગયા. છેવટે મને ખાતરી થઈ ગઈ કે હું જે પ્રામાણિકપણું વાપરવા માગું છું તે પ્રામાણિકપણું આજના વેપારને જોઈતું જ નથી !

એ દરમિયાન મારી પત્નીને માટે ડૉક્ટરની સારવાર ચાલતી હતી તે એક ડૉક્ટરે બંધ કરી, કેમકે એક અઠવાડિયાની ફી અને દવાનું ખર્ચ ચઢી ગયાં હતાં. હું બીજા ડૉક્ટર પાસે ગયો. તેણે ચાર દિવસ સુધી ઉધાર દવા આપી અને પછી મને રૂખસદ આપી. ત્રીજા ડૉક્ટરે એક પણ દિવસ માટે ઉધાર દવા આપવાની ના પાડી. આ સંજોગો બદલાતાં મારે મારી પ્રામાણિકતાને પલટા ખવરાવો પડ્યો એટલે હવે મેં મારી નોકરીની શોધમાં મારા પ્રામાણિકપણાને ૫ડદે રાખી માલિક ને મેનેજર જેમ કહે તેમ હિસાબ રાખવાની મને તેમના પોકળ ગુણગાન ગાવાની કબૂલાત પણ આપી.

પરંતુ માલનાં મેં કરેલાં વિપુલ વખાણમાં માલિકને મુશ્કેલી માઈ અને બેને બદલે ત્રણ ચોપડા રાખવાની મારી હોશિયારીમાં મેનેજરને ફસાવાની યુક્તિ દેખાઈ. માલનાં મેં કરેલાં વખાણને