પૃષ્ઠ:Hira ni chamak.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮ : હીરાની ચમક
 


લઈને શરૂઆતના ત્રણ દિવસ તો માલ ખૂબ વેચાયો પણ પછી માલ ખરાબ આપવા માટે માલિક પર દંડ ઊછળવા લાગ્યા. આનું કારણ જાણે હું જ હોઉં એમ માની લઈને મને નેકરીમાંથી દૂર કરવામાં આવ્યો. હિસાબ માટે મને રોકનાર પેઢીમાં માલિકે . હિસાબ રાખવાનું કહ્યું, મેનેજરે બીજો હિસાબ રાખવાનું કહ્યું અને વેચાણના ઉપરીએ ત્રીજો હિસાબ રાખવાનું કહ્યું. મેં તે પ્રમાણે હિસાબ રાખ્યો. માલિકના હિસાબમાં એક વખત ખોટ દેખાઈ એટલે તેણે મારી ખબર લેવા માંડી ત્યારે મારાથી કહેવાઈ ગયું કે મેનેજરના હિસાબમાં દસ ટકા નફો છે અને વેચાણ કરનારના હિસાબમાં ૨૦ ટકા નફો છે. માલિકે અમને ત્રણેને ભેગા રાખ્યા ને અમને ત્રંણેને ધમકાવવા માંડ્યા. પણ મેનેજર અને વેચાણ ઉપરી બેઉએ મારી અપ્રામાણિકતા આગળ કરીને મને જ અપરાધી ઠેરવ્યો અને પૈસા હું જ ખાઈ ગયો છું એ આરોપ મૂકી પોલીસને સોંપવા સૂચના કરી. મારા દેહમાં આવેશ આવી ગયો અને એ ત્રણે જણે મને પકડ્યો હોવા છતાં તેમના હાથમાંથી હું મારા દેહને છોડાવીને નાઠો – એવો નાઠો કે એ ત્રણમાંથી એકે દોડીને મને પકડી શક્યા નહિ.

નાસીને હું ઘેર આવ્યો. ઘેર આવતાં જોયું કે મારી પત્ની મરણશય્યા પર પડી છે. મેં પ્રભુને પ્રાર્થના કરી કે મારા દુઃખ- સુખની સહાયક મારી આ એકની એક પત્નીને બચાવે. પરંતુ પ્રભુ પણ ધનિકનું અને નોકરી આપનાર ઉપરીઓનું હૃદય ધારીને રે બેઠો હતો. મારી પત્ની સ્વર્ગવાસિની થઈ. એણે મરતી વેળા છેલા આટલા શબ્દો કહ્યા: ‘તમે ફરી પરણજો અને સુખી થજો!’

એ દિવસના મારા દુઃખનું વર્ણન હું કરતો નથી. પણ એટલું જ કે મારી પત્નીના મૃત્યુ ઉપર મારા હૃદયે જેટલો ક્લેશ અનુભવ્યો તેટલો કલેશ ફરી અનુભવ્યો નથી. આજ તો હું ક્લેશથી પર થઈ ચૂક્યો છું એટલે એ ક્લેશનો પડઘો પણ પ્રગટાવી શકું એમ નથી