પૃષ્ઠ:Hira ni chamak.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારો એકનો એક આશ્રય : ૭૧
 


અને લેખકોને પ્રકાશક જોઈએ.

એક દુ:ખી લેખક વારંવાર મારી પાસે આવતા હતા. તે ફરિયાદ કરતા કે તેમનાં પુસ્તકો કોઈ પ્રકાશકો છાપતા નથી અને છાપે છે તો એ પુસ્તકો ખપતા નથી. મારા હૃદયમાં બેઠેલા ધર્મે મને પ્રેરણા આપી ને મારાથી પુછાઈ ગયું: ‘તમે કયા વિષયના ગ્રંથો લખો છો?’

‘નવલકથાઓ લખું છું, નાટકો લખું છું અને કવિતાઓ પણ લખું છું.’

‘તેમાં કંઈ ધર્મ વિશે લખાણ આવે કે નહિ ?’

‘ના. હું તો કલા અને સંસ્કારવર્ધન-સાહિત્ય સર્જું છું ને મેં એક માસિક પણ એ જ ઉદ્દેશથી કાઢયું છે.’

‘એના ઘરાકો કેટલા?’

‘પચાસ અને પોણોસોની વચ્ચે. ભારે ખોટમાં કામ કરું છું અને હવે ગળા સુધી દેવું થઈ ગયું છે.’

‘તો ભલા આદમી ! એ કલા ને બલા બધું છોડો’ ધર્મનો આશ્રય લો અને તમારા માસિકને અને તમારી જાતને તમે મને સોંપી દો. અહીં રોજના હજારો ભક્તો આવે છે, એ સર્વને ગ્રાહક બનાવીશું; એટલું જ નહિ પણ એમની મારફત બીજા દસ હજાર માણસોને આપણે પહોંચી શકશું.’

મારી આ વાત લેખકને ગળે ઊતરી ગઈ. અમારા ગુરુ સાધુ મહારાજને પણ ગમી. અને એ જ મહિનાથી “ધર્મ” નામનું માસિક ગુરુના આશીર્વાદ હેઠળ, મારા તંત્રીપણા હેઠળ અને પેલા લેખકની મહેનત હેઠળ પ્રગટ કરવા માંડ્યું. એ પ્રગટતાં જ એની હજારો નકલો ઊપડી ગઈ અને હજારોની માગણી આવતી ગઈ. મેં એ માસિકમાં કલા, કૌશલ્ય, સાહિત્ય, વિદ્વતા, જોડતી, શોધ, વિવેચન કે વાઙ્‌મય એવાં કશાં જ તૂત આવવા દીધાં નહિ. માત્ર ભગવાન, તેમના અવતારો, તેમની લીલા ક્રીડા, સંતસાધુઓ, ભક્તો ભક્તાણીઓની જ વાતો "ધર્મ" માસિકમાં આવવા લાગી. રંગબેરંગી ચિત્રો પણ આપવા માંડ્યાં. સંસ્કૃત સ્તોત્રોના