પૃષ્ઠ:Hriday Vibhuti.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪: હૃદયવિભૂતિ
 


‘તને એકલો નથી મૂકવો.'

'કેમ ?'

'પછી હુંયે એકલો પડી જાઉં.'

‘તેની શી હરકત છે ?'

'તને નહિ હોય; મને હરકત છે.'

'કારણ ?'

‘તારે યાદ કરવાને બાપા છે; બચાવવા માટે પાછળ દોડવા પૂરતી મા છે; મારે કોઈ નથી. ચાલ, હું તારી જોડે જ આવું.'

માનસીંગ હરિસીંગ સામે જરા જોઈ રહ્યો. મહા દુષ્ટ લાગતો સુધારશાળાનો હરિયો શાળામાંથી છૂટ્યા પછી મહામિત્ર બની ગયો હતો. એક પણ ક્ષણ હરિસીંગે તેને દગો દીધો ન હતો. પ્રત્યેક પ્રસંગે તે માનસીંગના પક્ષમાં જ રહ્યો હતો. લવારિયાંની ટોળીમાં પણ હરિસીંગે માનસીંગને જ સાથ આપ્યો હતો. આ ક્ષણે પણ હરિસીંગ પોતાની વિરુદ્ધ માનસીંગના મનને રાજી કરવા તૈયાર હતો.

'શા માટે ?'

‘ગાડું પકડવું હોય તો ઉતાવળ કર. બળદ ધીમા નહિ ચાલતા હોય.’ હરિસીંગે કહ્યું. અને બન્ને જણ ગાડાને રસ્તે ચાલ્યા - ચાલ્યા નહિ, લગભગ દોડ્યા.

કેટલી વારે ગાડું દેખાયું. પરંતુ બંને ગાડાથી પચાસ કદમ દૂર રહીને ચાલતા હતા. થોડી વારે કૂતરાં ભસ્યાં, તેમને લાગ્યું કે કોઈ ગામ આવ્યું. ખરે, ધીમે ધીમે ઝૂંપડીઓમાંથી ઈંટેરી મકાનો આવતાં દેખાયાં. કૂતરાં સતત ભસતાં હતાં, પણ ગામ શાન્ત લાગતું હતું. હજી મધરાત થઈ ન હતી. એકાએક ઝગમગાટ પ્રકાશ દેખાયો.

ગાડું આગળ ચાલતું જ હતું. ઝગઝગાટ પ્રકાશવાળા સ્થળમાંથી એક પુરુષ બહાર નીકળી આવ્યો અને બૂમ પાડી ઊઠ્યો :

'ચાલો, આવી ગયાં બધાં ! બહુ સારું થયું. બધી જ તૈયારી છે. ઘર આગળ ગાડું છોડીએ.’

માનસીંગ અને હરિસીંગને સમજાયું કે આ ગાડામાં બેઠેલા સર્વને આ ગામે ઊતરવાનું હતું. ગાડાથી તેઓ એટલે દૂર ચાલતા હતા કે ગાડામાં બેઠેલા માણસો ભાગ્યે જ તેમને દેખી શકે - જોકે ગાડામાં બેઠેલી વ્યક્તિઓ સૂક્ષ્મદર્શક આંખો વાળી હતી. એટલે તેમને એમ તો લાગતું જ હતું કે તેમની પાછળ કોઈ આવે છે. એક તોફાનમાં સાત રૂપિયા ગુમાવ્યા હતા; બીજી