પૃષ્ઠ:Hriday Vibhuti.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિકાસ:૧૧૯
 

એ કડાકૂટમાંથી ઊગરી જવા માટે ત્રણ હજાર રોકડા લેઈ બે હજારનું ખાતું પાડી આપ્યે ચલાવી લેવાની તરકીબ તેમણે બતાવી - જે માસ્તરને વધારે રુચતું લાગ્યું અને કન્યા તો રૂપાળી અને ઘર ચલાવે એવી અનુભવી હતી જ - કારણ તે પણ વિધવા હતી.

ઘેમરપટેલે સંઝેરમાંથી કાઢી મૂકેલી મંગીને આમ વેચવા માટે ધરમદાસ શેઠ આ ગામે લઈ આવ્યા હતા એટલી ખબર અને સમજ માનસીંગને પડી.

'હું તો બ્રાહ્મણની દીકરીને લાવત, પણ આ શેઠ ક્યી નાતની લાવ્યા હશે એ કોણ જાણે ? કહે છે બ્રાહ્મણ; પણ ખાતરી શી ? આપણે બધું કરીએ પણ કોઈની નાત વટાળીએ નહિ !'

બધાં પાપ કરવાની તૈયારી ધરાવતા - લગભગ કરી ચૂકેલા હોટલવાળાને સ્ત્રી વેચવામાં કે વિધવાવિવાહમાં પાપ ન દેખાયું, પરંતુ ધરમચંદ શેઠ બ્રાહ્મણ પતિને અબ્રાહ્મણ પત્ની પરણાવી દેશે એ સંભવમાં એને ભારે પાપ દેખાયું. એણે શોધી રાખેલી કન્યા પણ બ્રાહ્મણ જ્ઞાતિની જ હતી એમ માનવા માટે એ હોટલવાળાના જ પુરાવા ઉપર આધાર રાખવાનો હતો !

‘ત્યારે સાચી વાત કહું ? એ બાઈની શી નાત છે તે જાણો છો ?' માનસીંગે કહ્યું.

‘શી નાત છે ? બ્રાહ્મણ તો નથી જ ને ?'

‘અરે બ્રાહ્મણ શું ? એ તો કોળી છે !'

‘કોળી ? શી વાત કરો છો ! એ લગ્ન થવા દેવાય ?'

‘આપણે શું ? બે જણ પરણશે અને આપણને પૈસા મળશે.’ હરિસીંગ બોલ્યો.

'પૈસા હું આપું - જો આ વાત ખરી હોય તો. કહો, કેટલા જોઈએ ?' હોટેલવાળો બોલ્યો.

‘સો સો રૂપિયા શેઠ અમને આપવાના છે. થોડા પહેલેથી આપી મૂક્યા છે - પણ શેઠને ખબર નથી કે લગન થતા બરોબર એ બાઈનું નાક અમે વાઢી લેવાના છીએ.’ માનસીંગ બોલ્યો.

‘કેમ ?'

આના બાપ જોડે એનું ઘરઘરણું થવાનું હતું. બાપ કેદમાં ગયો એટલે શેઠ બામણને માથે એને મારે છે. બામણ પણ જોશે !' હરિસીંગે સાંભળેલી વાતનો ઉપયોગ કર્યો.

'એના કરતાં માસ્તરને ચેતવીએ તો ? બિચારો પૈસા અને બૈરી બંને