પૃષ્ઠ:Hriday Vibhuti.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦: હૃદયવિભૂતિ
 

ખોશે.’ હોટેલવાળાએ કહ્યું. એ બાઈનો બીજે કોઈ સ્થળે સદ્ઉપયોગ થઈ શકશે એ વિચારે તેણે આ સૂચના કરી. એને માત્ર ધરમચંદ શેઠને ફાવવા દેવા નહોતા.

‘માનશે તમારું ?' માનસીંગે પૂછ્યું.

‘કહેવામાં શું જાય છે ? પછી તમારાવાળો રસ્તો છે જ ને !' હોટેલવાળાએ કહ્યું અને પોતાનું કીટસન ફાનસ હોલવી નાખ્યું. બન્નેને ત્યાં બેસવાનો અને સૂવાનો પણ આગ્રહ કર્યો.

પાછલી રાતનાં લગ્નમાં એકાએક વિઘ્ન ઊભું થયું. હોટેલવાળાએ જઈને માસ્તરને વાત કરી કે કન્યા તો કોળી જ્ઞાતિની છે. માસ્તરે ધરમચંદને બોલાવ્યા. ધરમચંદે હોટેલવાળાને જુઠો કહ્યો, એટલે હોટેલવાળાએ એ કન્યાને જ ખરી હકીકત પૂછી જોવાનું કહ્યું. એને તો કહી જ રાખ્યું હતું કે તેણે પોતાની જાતને બ્રાહ્મણ તરીકે ગણાવી દેવી. પરંતુ ખરે વખતે તેણે જ કહ્યું કે તે તો ઠાકરડી હતી. ધરમચંદની સાથે આવેલા બે માણસોએ ગુસ્સે થઈ મંગી ઉપર તેમ જ હોટેલવાળા ઉપર હુમલો કર્યો. પરંતુ હોટેલવાળાએ તૈયારી રાખી જ હતી. હરિસીંગ તેમજ માનસીંગ પણ મારામારીમાં તૂટી પડ્યા, અને લગ્નને સ્થાને આખા ગામને આકર્ષે એવી જબરજસ્ત મારામારી ત્યાં થઈ. એ મારામારીમાં ધરમચંદની સાથે આવેલા એક માણસને સખ્ત ફટકો માથામાં પડ્યો અને તે મૂર્છિત થઈ લોહી નીંગળતો જમીન ઉપર પડ્યો. હોટેલવાળાએ યુક્તિથી મંગી, હરિસીંગ અને માનસીંગને પોતાની હોટેલમાં પૂરી દીધાં.

'શું થયું ?'ની બૂમ મારતા ગામના મુખી અને આગેવાનો ત્યાં આવી પહોંચ્યા.

‘મને કોળણ જોડે પરણાવવા આવ્યા !' માસ્તરે ઉશ્કેરાઈને જવાબ આપ્યો. કોળણ બ્રાહ્મણ સ્ત્રી જેવી રૂપાળી હતી એટલે આ વાત ન જણાય અને લગન થઈ જાય એવી તેમને ઇચ્છા તો હતી જ, પરંતુ હોટેલવાળાએ ધાંધલ કરી તેમને વગોવવા માંડ્યા અને સાથે સાથે એ જ કે એના જેવી જ રૂપાળી સ્ત્રીને વગર ખર્ચે લાવી આપવાની લાલચ આપવાથી તેઓ પણ ધરમચંદ અને તેના સાથીઓની વિરુદ્ધ પડ્યા હતા.

‘પછી ?' મુખીએ પૂછ્યું.

'મેં કાઢી મૂક્યા !'

'કોણ કોણ હતા ?'

'આ ધરમાં શેઠ અને એના બે સાગરીતો.'