પૃષ્ઠ:Hriday Vibhuti.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરિપાકઃ ૧૮૫
 

બીજે દિવસે વિદાય થવાની હતી. નવરાત્રી અને દશેરાના ઉત્સવ મેળામાં મોતીજી પણ આવીને ભળે, તેજલનું મન તેનાથી માને એવા સંજોગો ઊભા થાય, અને બન્નેને સાથે જ વિદાય કરાય તો વધારે સારું અને વધારે પ્રતિષ્ઠાભર્યું, એમ માની ઘેમરમુખીએ પણ ખાસ આગ્રહ કરી જમાઈને પોતાને ઘેર બોલાવ્યો હતો. મેળાના પ્રસંગે જમાઈએ ખૂબ સુશોભિત વસ્ત્રો પહેર્યા હતાં અને મહેવાસના આગેવાનના જમાઈને શોભે એવી છટા પણ સ્ફુટ કરી હતી.

મંગીએ માત્ર બડબડાટ કર્યો : ‘ઠાકોરનો દીકરો ! હાથમાં તલવાર હોય કે સોટી ?... અને પેલી છોકરીને તેજલના ભાગ્યની અદેખાઈ આવે છે ! શી જાત થઈ ગઈ છે !'

મંગીના ખભા ઉપર કોઈનો હાથ પડ્યો. એણે પાછળ જોયું, તેજલનું મુખ હસી રહ્યું હતું.

'કેમ? બીક તો નથી ને ?' મંગીએ પૂછ્યું.

'ના રે ! મરવાને તૈયાર હતી, તો આ તો તરવાનું છે !' તેજલે કહ્યું.

'આ બધા ભાર સાથે નહિ તરાય.'

‘આંખ મીંચીને ઉઘાડતામાં બધું બની જશે.’ કહી તેજલ ગરબામાં ભાગ લેવા ચાલી ગઈ.

ગરબાની આસપાસ પુરુષોનું ટોળું ભેગું થયું હતું. મંદિરનું એક નાનકડું આસન બાજુએ પથરાયું હતું. તેના ઉપર કોઈને બેસવા દેવામાં આવતું નહિ. માત્ર મોતીજી આવ્યો એટલે પાસે ઊભેલા માણસે તેને વિવેક કરીને આસને બેસાડ્યો. મોતીજીએ ટોળા સાથે ગરબા જોવા માંડ્યા. ગરબા ગાનારીઓનો ઉત્સાહ માતો ન હતો; ટેકરાની કરાડે ઊછળતી કુશ્પીનો ઉત્સાહ પણ માતો ન હતો. ગરબા ખૂબ જામ્યા.

એકાએક સાધારણ કપડાં પહેરેલો એક યુવક હાથમાં તલવાર ઝાલી ટોળામાંથી બહાર નીકળ્યો. ચારે પાસ તેણે નજર નાખી. ગરબા સહજ જોયા. તેજલની અને તેની આંખ મળી; એણે આંખ ફેરવી લીધી અને મોતીજી તરફ ગર્વભર્યા ડગલાં માંડતો પહોંચી ગયો.

‘ઠાકોર ! જગા કરો; બેસવા દો.' તેણે મોતીજીને કહ્યું.

‘બેસ ! આટલી બધી જગા છે ને ?' આસન વગરની ધૂળવાળી જમીન મોતીજીએ બતાવી. અલબત કૈંક પુરુષો ધૂળ ઉપર ઊભા કે બેઠા હતા.

‘ત્યાં બેસનારો હું નહિ, ઠાકોર ! એક વખત ફરી કહું છું. કાં તો મને બેસવા દો કે તમે આસન ઉપરથી ઊઠી બધા ભેગા બેસો, નહિ તો તમારું