પૃષ્ઠ:Hriday Vibhuti.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬ઃ હૃદયવિભૂતિ
 


એ સજાપાત્ર હરામખોરના હૃદયમાં ઉતરીને તેને ઓળખવાનો આપણે સહજ પ્રયત્ન કરીએ. એ ક્યાંથી આવ્યો, એ શી રીતે હરામખોર થયો, શા કારણે હરામખોર થયો, હરામખોર થઈને એણે આપણું શું નુકસાન કર્યું, એને પૂરી રાખવાથી જગતની હરામખોરી અદૃશ્ય થશે કે કેમ. વગેરે વિચારો આપણને સ્વાભાવિક રીતે જ આવે. જગતમાં આપણે માટે ખાવાનું છે, પીવાનું છે. ઓઢવાનું છે, પહેરવાનું છે, રહેવાનું છે, છતાં ખિસ્સાં કાતરવાની, ઘર ફોડવાની, લૂંટી લેવાની અને છળકપટ કરવાની વૃત્તિ હરામખોરોમાં શા માટે જાગતી હશે, એ પ્રશ્ન અન્વેષણ માગે છે.

ગુનેગારોનો વિચાર કરતાં બાળપણમાં મોઢે થઈ ગયેલું વિખ્યાત કવિ દયારામનું અપરાધક્ષમાસ્તોત્રનું વૈશ્નવ મોસાળમાં ગવાતું સાત્ત્વિક કાવ્ય યાદ આવે છે. ૬૦- ૬૪ લીટીના આ કાવ્યમાં કવિ પોતે જાણે અપરાધી હોય અને ઈશ્વર પાસે અપરાધોની કબૂલાત કરી ક્ષમા માગતા હોય એવો ભાવ ઉતારેલો છે :-

'હું અપરાધી કોટિ કલ્પનો, શરણ પડ્યો શિર નામી;
તે અપરાધ ક્ષમા કરીએ, શ્રી કૃષ્ણ કૃપાકર સ્વામી.
કામી, ક્રોધ, લોભી, મોહ ગર્વ મત્સર જ ભરીઓ,
દુષ્ટ દુમતિ, દુસ્સંગી, છું અખિલ દોષનો દરિયો.

*

ચોર ગુરુ તલ્પગ મધુપાની, બ્રહ્મહત્યાદિક કરતો,
સંગી સહિત મહાપાપી પંચય તેનો પણ હું ભરતો;
આતતાયી આધેતિત.... ...

*

પરોપકાર કર્યો નહિ કો દિ, પરનિંદા બહુ કીધી;
પરધન પર૫ત્નીમાં પ્રીતિ, મતિ ન સુપંથમાં દીધી.

*

અસદ્ અલાપ, અહર્નિશ અશુચિ, નીચની કરી ગુલામી;
તે અપરાધ ક્ષમા કરીએ શ્રી કૃષ્ણ કૃપાકર સ્વામી.

ગુજરાતી પ્રાચીન સાહિત્યમાં આવેલા આ અપરાધોનું વર્ણન ખરેખર બહુ જ સૂચક છે. તે એટલા માટે કે એમાં લગભગ ગુનાશાસ્ત્રે વર્ણવેલા ઘણાખરા ગુના આવી જાય છે, એટલું જ નહિ પણ ગુના કબૂલ કરવાની હાલના કાયદાની રીતનો પડઘો પણ તેમાં પડે છે. વળી તેનું વધારેમાં વધારે સૂચકત્વ તો પહેલા પુરુષ એકવચનમાં થયેલી આ કાવ્યની રચનામાં રહેલું છે. 'હું અપરાધી કોટી કલ્પનો’ એમ કહી દયારામ જગતના