પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૪

ઈશુ ખ્રિસ્ત

ત્યારે પેલી ડાહી કન્યાઓ બોલી કે, ' અમે એમ કરીએ તો અમારા દીવા પણ હોલવાઈ જાય. માટે તમે બજારમાંથી તેલ લઈ લો.'

ત્યારે તે પાંચ મૂર્ખ કન્યાઓ બજારમાં તેલ લેવા ગઈ.

પણ એટલી વારમાં તો વર આવી પહોંચ્યો અને જે કન્યાઓ તૈયાર હતી તેમને લઈ લગ્નમંદિરમાં ગયો. અને તે પછી મંદિરનાં બારણાં વાસી દેવામાં આવ્યાં.

પછી પેલી મૂર્ખ કન્યાઓ આવી લાગી, અને કહેવા લાગી કે, 'હે નાથ, બારાણાં ઉઘાડો અને અમને સ્વીકારો.'

પણ વરે કહ્યું કે, ' તમે પાછી જાઓ, હું તમને ઓળખતો નથી.'

માટે ગફલતમાં રહેવું નહિ. ઈશ્વરનું તેડું અને પરીક્ષા કઈ ક્ષણે આવી પહોંચશે તે કહેવાય નહિ.

૧૦. કુશળ અને અકુશળ મુનીમો

એક શેઠ હતો, તેને પરદેશ જવું હતું. ત્યારે તેણે પોતાના મુનીમોને તેડ્યા અને એકને પાંચ મહોર, બીજાને બે મહોર અને ત્રીજાને એક મહોર આપી, તે પાછો આવે ત્યારે તેનો હિસાબ આપવા કહ્યું.

પછી તે મુનીમોમાંથી જેને પાંચ અને બે મહોરો આપેલી હતી, તેમણે દરેકે તેના વડે વેપાર ખેડ્યો, અને અનુક્રમે બંનેએ પાંચ અને બે મહોરોનો નફો કર્યો.

પણ ત્રીજો હતો તે પોતાને મળેલી મહોરને એક ખૂણામાં દાટી દઈ, નિરાંત કરી બેઠો.

પછી ઘણે દહાડે શેઠે પાછા આવી દરેકને હિસાબ પૂછ્યો. ત્યારે પહેલા બે મુનીમોએ શેઠની પાંચ અને બે