પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૨૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


તથા ભગવાનનુંયે નામ લે, પણ જ્યાં સુધી ઈશુ ખ્રિસ્તમાં એને વિશ્વાસ નહિ બેસે, અને તેમને પોતાના તારક તરીકે ખુલ્લે ખુલ્લા ન સ્વીકારે, ત્યાં સુધી તે ગોથાં જ ખાય છે.

સ્વામીનારાયણ સંપ્રદાયના એક વારના અનન્યનિષ્ઠ અનુયાયી તરીકે આ મનોદશામાંથી હું સારી પેઠે પસાર થઈ ગયો છું, એટલે તે હું સારી રીતે સમજું છું.


જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ,
આજ ધર્મવંશીને દ્વાર, નરનારી - જોઈએ૦
આવો પ્રગટ પ્રભુને પગે લાગવા રે લોલ,
વહાલો તરત ઉતારે ભવપાર, નરનારી - જોઈએ૦
જન્મ મૃત્યુના ભય થકી છૂટવા રે લોલ,
શરણે આવો મુમુક્ષુ જન, નરનારી - જોઈએ૦
શીદ જાઓ છો બીજે શિર કૂટવા રે લોલ,
હ્યાં તો તરત થશો પાવન, નરનારી - જોઈએ૦
ભૂંડા શીદ ભટકો છો મતપંચમાં રે લોલ,
આવો સત્સંગ મેલીને મોક્ષરૂપ, નરનારી - જોઈએ૦
આણો પ્રેમ પ્રતીત સાચા સંતમાં રે લોલ,
થાશે મોક્ષ અતિશે અનૂપ, નરનારી - જોઈએ૦
જુઓ આંખ ઉઘાડી વિવેકની રે લોલ,
કામક્રોધે લગાડી છે રાડ, નરનારી - જોઈએ૦
એવા અજ્ઞાની ગુરુના વિશ્વાસથી રે લોલ,
જાશો નરકે વગાડતાં ઢોલ, નરનારી - જોઈએ૦
વહાલો તરત છોડાવે કાળપાશથી રે લોલ,
પ્રેમાનંદ કહે આપે છે હરિ કોલ, નરનારી - જોઈએ૦

આમાં અને ખ્રિસ્તી પ્રચારકની શ્રદ્ધા અને મનોદશામાં ફરક નથી.