પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્યારે ઈશુ અથવા આ દેશના કે પરદેશના અનેક ધર્માત્માઓ વિષે મનુષ્યે કેવો ભાવ રાખવો?

ઈશ્વર નામના કોઈ એક રાજા જેવું બળવાન દિવ્ય સત્ત્વ કોઈક ચમત્કારી રીતે અવતાર લે છે, અથવા પોતાના કોઈ માનીતા સત્ત્વને ખ્રિસ્ત કે પેગંબર નીમીને મોકલે છે, એમ કોઈનેયે વિષે માનવાની જરૂર નથી. પણ તે જગદ્-વ્યાપી ચૈત-શક્તિ જેમ મહાન સૂર્યમંડળ જેવાં પ્રંચડ પણ જડ રૂપમાં પ્રગટે છે; સિંહ અને હાથી જેવાં પ્રચંડ પણ પ્રાણી-રૂપમાં પ્રગટે છે; તેમ જ વિવિધ પ્રકારની શક્તિઓ ધરાવતા મનુષ્ય રૂપમાંયે પ્રગટે છે. નેપોલિયન અને હિટલર તથા રાવણ અને હિરણ્યકશિપુ જેવા એક જાતનું પરાક્રમ કરનારા પુરુષો પણ એ જ શક્તિમાંથી પ્રગટ્યા છે. અને રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર જેવા બીજી જાતનું પરાક્રમ કરનારા પુરુષો પણ એ જ શક્તિમાંથી પ્રગટ્યા છે. પહેલા વર્ગના બળવીરો પણ જગતને કોઈ ને કોઈ જાતનો વારસો આપીને ગયા છે. અને તેમનાં કામોનાં પરિણામો આખા જગતને લાંબો કાળ સુધી ભોગવવાં પડ્યાં છે. બીજા વર્ગના ધર્મવીરોએ પણ કોઈક જાતનો વારસો મૂક્યો છે. અને તેમનાં કામોનાંય પરિણામો જગત ભોગવે છે.

પણ બીજા વર્ગે જે કાંઈ કર્યું છે તેમાં, તેમણે કોઈક વાર ભૂલો કરી હોય તોયે, જગતને તેમને વિષે એવો અનુભવ થયો છે કે, તેમણે પોતાની શક્તિ અને માહિતીજ્ઞાન પ્રમાણે વધારેમાં વધારે શુદ્ધ બુદ્ધિ રાખી માનવના હિતનો જ વિચાર કરીને કામો કર્યાં. પહેલાને વિષે એથી ઊલટો